ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા ગાંધીનગર ઝોનની 6 જિલ્લાની 29 નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઈ
અબતક,રાજકોટ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકાર ’ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી સર્વગ્રાહી વિકાસ ઘ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરી રહી છે.
ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાનસ બોર્ડ ધ્વારા રાજયની 156 નગરપાલિકાઓની ઝોનવાઈઝ રીવ્યુ બેઠક યોજાઈ રહી છે.
તે અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ઝોનના 6 જિલ્લાની 29 નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા ડો.ધનસુખ ભંડેરીએ જણાવેલ કે કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકાર જનહિતલક્ષી વિકાસના મંત્ર સાથજે આગળ ધપી રહી છે.
ત્યારે ભાજપ સરકાર ધ્વારા લોક કલ્યાણલક્ષી યોજનાઓને વધુ લોકભોગ્ય નકકર આયોજનો સાથે આકાર આપવામાં આવી રહયો છે ત્યારે રાજયની ભાજપા સરકાર નગરપાલિકાઓ માટે ખરા અર્થમાં પથદર્શક બની છે.
ત્યારે નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓમાં આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એક્બીજા સાથે આપ લે થાય અને લોકો પ્રાથમિક, માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓથી વંચિત ન રહે તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
ત્યારે ગાંધીનગર ઝોનનાં જિલ્લાઓ જેમા પાટણ , બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી , ગાંધીનગર જિલ્લાની કુલ મળી 29 નગરપાલિકાઓ જેમાં પાટણ જિલ્લાની પાટણ , સિધ્ધપુર , રાધનપુર , હારીજ , ચાણસ્મા નગરપાલિકા , બનાસકાંઠા જિલ્લાની પાલનપુર , ડીસા , થરાદ , ધાનેરા , ભાભર , થરા નગરપાલિકા , મહેસાણા જિલ્લાની મહેસાણા , વિસનગર , કડી , ઉંઝા , વડનગર , વિજાપુર , ખેરાલુ નગરપાલિકા , સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર , ઈડર , ખેડબ્રહમા , પ્રાંતિજ , વડાલી , તલોદ નગરપાલિકા , અરવલ્લી જિલ્લાના મોડાસા , બાયડ નગરપાલિકા , ગાંધીનગર જિલ્લાની કલોલ , દહેગામ , માણસા નગરપાલિકા સહીતના નગરપાલિકાઓનાં પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક સી.ટી.પી. કચેરી ઓડીટોરીયમ , ગાંધીનગર ખાતે મળી હતી.