લોકસભાની સામાન્ય ચુંટણીના આડે હવે ચાર મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ ચુંટણી માટે સંપૂર્ણ પણે સજજ થઇ રહ્યો છે. રાજયની લોકસભાની તમામ ર6 બેઠકો સતત ત્રીજી વખત જીતવા માટે ભાજપ દ્વારા રોડ મેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તમામ બેઠકો પાંચ લાખ મતોની લીડથી જીતવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે જેને પૂર્ણ કરવા માટે ખાસ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જિલ્લા અને મહાનગરોના પ્રમુખ ઉપરાંત પ્રવકતાની બેઠક મળી હતી દરમિયાન આવતીકાલે તમામ મોરચાની સંયુકત બેઠક યોજાશે જેમા પક્ષના આગામી કાર્યક્રમો અને લોકસભાની ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બેઠકમાં તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખો ઉપસ્થિત છે.
‘કમલમ’માં આજે પ્રમુખ, પ્રભારી તથા પ્રવકતા સાથે આવતીકાલે તમામ મોરચાની સંયુકત બેઠક
ટુંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર, રાષ્રી્રય મહામંત્રી અરૂણસિંહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઇ હતી. બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલા કામે જન જન સુઘી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો પર માર્ગદર્શન આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખઓ, જિલ્લાના પ્રભારીઓ,પ્રવકતા અને સહ પ્રવકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાલે પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં વિવિધ મોરચાના પ્રદેશના પદાધિકારીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.
તાજેતરમાં દિલ્હી ખાતે મળેલી ભાજપના રાષ્ટ્રીય નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને પણ પ્રદેશ ભાજપની બેઠકમાં અનુમોદના આપવામાં આવશે. તાજેતરમાં યોજાશયેલી મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીગઢ વિધાનસ સભાની ચુંટણીમાં પક્ષને મળેલી શાનદાર સફળતાથી દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપે 400 થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જો કે આ અંગે વિધિવત ઘોષણા કરવામાં આવી નથી પરંતુ પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે. આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા અને મહાનગરોના પ્રમુખ, પ્રભારી તથા પ્રવકતા સાથેની બેઠકમાં પક્ષ દ્વારા આગામી દિવસોમાં આવનાર કાર્યક્રમો અંગે માહીતી આપવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયા આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણ અને બોર્ડ-નિગમમાં ચેરમેન વાઇસ ચેરમેન તથા ડિરેકટરોની નિમણુંકની અટકળો પણ તેજ બની છે.