પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવપ્રતાપ શુકલાની આગેવાનીમાં ચાર સભ્યોની કમિટી: મહેશ શર્મા અને અભિજીત મિશ્રાનો પણ સભ્ય તરીકે સમાવેશ
દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુ.પી.ના બ્રાહ્મણોને રિઝવી ફરી સત્તા હાંસલ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા બ્રાહ્મણો માટેના ખાસ કાર્યક્રમો આપવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાં ગુજરાતના રાજયસભાના સાંસદ અને ભાજપના કદાવર નેતા રામભાઇ મોરરિયાને સ્થાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમિતિ બ્રાહ્મણ સમુદાય માટેના આઉટ રિચ કાર્યક્રમો અંગે નિર્ણય લેશે.
યુ.પી.નું સિંહાસન ફરી સર કરવા માટે ભાજપ દ્વારા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિશ પ્રતાપ શુકલાની આગેવાનીમાં ચાર સભ્યોની કમિટીની રચના કરી છે જે માત્રને માત્ર બ્રાહ્મણ મતદારોને રિઝવવા માટેની કામગીરી કરશે. આ કમીટીમાં ગુજરાતના રાજયસભા ના સાંસદ રામભાઇ મોકરીયા ને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિતિમાં મહેશ શર્મા અને અભિજીત મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉતર પ્રદેશમાં બ્રાહ્મણોની વસતી ખુબ જ મોટા પ્રમાણમાં છે.
ભાજપને એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે યુ.પી.ના બ્રાહ્મણો ભાજપથી રાજી નથી આવામાં જો બ્રાહ્મણો મોઢુ ફેરવી લે તો યુ.પી.નો ગઢ જીતવો ભાજપ માટે મુશ્કેલ બની જાય આવતા યુ.પી. વિધાનસભા જીતવા માટે ભાજપે ગંભીરતાથી તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ બ્રાહ્મણ સમુદાય માટે કાર્યક્રમો આપવા માટે ચાર સભ્યોની સમિતી બનાવવામાં આવી છે. જેમાં રામભાઇ મોકરિયાની વરણી કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે આ પૂર્વ યુ.પી. વિધાનસભાની ચુંટણી માટે રાજકોટ શહેર ભાજપના ચાર અગ્રણીઓને અલગ અલગ વિધાનસભાની બેઠકો અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.