દુલર્ભજીભાઇની પસંદગીથી ભાજપે એક કાકરે અનેક નિશાન સાઘ્યા
ગુજરાત વિધાનસભા ચુંટણીના ઉમેદવારોના નામની જાહેરાતમાં દરેક પક્ષ માટે અસંતુષ્ઠતાના પરિબળ સતાવે છે. ત્યારે ભાજપે ટંકારા -પડધરી બેઠક પર પીઠ આગેવાન દુર્લભજી દેથરીયાની પસંદગી કરી સર્વજન્ય ઉમેદવારોની પસંદગી માટે સફળતા મેળવી છે
વિધાનસભાની ચુંટણી માટે ભાજપે જાહેર કરેલ ઉમેદવારોમા ટંકારા વિધાનસભા બેઠક ઉપર પક્ષે મોરબી જીલ્લા ભાજપના 63 વર્ષિય પક્ષ પ્રમુખ ઉપર કળશ ઢોળ્યો છે. ભાજપે અહીં જ્ઞાતિ સમીકરણો ઉપરાંત ઠરેલ વ્યક્તિ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ પસંદ કરી 1990 થી સળંગ ભાજપના કબજામા રહેલી પરંતુ ગત વખતે પાટીદાર અનામત આંદોલનની અસરથી ગુમાવેલી બેઠક ફરી ગજવા માં લેવા પ્રયાસ કર્યા નુ ગણીત હોવાનુ જણાય છે.
ભાજપે ગુરૂવારે જાહેર કરેલ ઉમેદવારોમા ટંકારા પડધરી બેઠક પર આ વખતે મોરબી જીલ્લા ભાજપના પક્ષ પ્રમુખ દુર્લભજી હરખજી દેથરીયાને મેદાને ઉતાર્યા છે. 90 હજાર જેટલા કડવા પાટીદાર અને 50 હજાર જેટલા લેઉઆ પાટીદાર સહિત આશરે અઢી લાખ મતદારો ધરાવતી ટંકારા બેઠકમા જ્ઞાતિ સમીકરણો ધ્યાને રાખીને બંને પક્ષે મોટેભાગે કડવા પાટીદારનુ પ્રભુત્વ ધ્યાને રાખીને ઉમેદવારો પસંદ કરવામા આવે છે. હાલ ભાજપ પક્ષે જેમને ટીકીટ ફાળવી છે. તે 1959 મા જન્મેલા દુર્લભજીભાઈ દેથરીયા મોરબી તાલુકાના લીલાપર ગામના છે.
હાલ મોરબી વસે છે. દસ ધોરણ ભણેલા દેથરીયા 1990 થી કેસરીયા પક્ષના કાર્યકર છે. 1998 થી 2006 ના સમય ગાળા દરમિયાન મોરબી ભાજપ ના સંગઠનમા મહામંત્રી તરીકે અને હાલ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પક્ષનું સંગઠન કાર્ય સંભાળી રહ્યા છે. 2014 મા વિધાનસભા અને 2019 મા લોકસભામા આ બેઠકના ચુંટણી ઈન્ચાર્જ તરીકે કામગીરી કરી હોવાથી બેઠકથી સંપૂર્ણ માહિતગાર હોવા સાથે મતદારો મા જાણીતો ચહેરો છે. હાલ મોરબીમા સિરામિક ઉધોગ સાથે સંકળાયેલા છે.