ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ‘આપ’ના આગમન છતાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગના બ્યુગલ ફૂકાઈ ચૂક્યા છે ત્યારે અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવનાર પરેશભાઈ ધાનાણી ને કોંગ્રેસે રીપીટ કર્યા છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના કેન્દ્રબિંદુ જેવા અમરેલી પંથકમાં પ્રભુત્વ વધારવા માટે ભાજપે પણ ઉત્સાહપૂર્વક દાવેદારી નોંધાવી છે પરેશ ધાનાણી ની રાજકીય સામાજિક સેવા ની આભા સામે ભાજપે આ વખતે નવોદિત અને કોરી પાટીના કૌશિકભાઈ વેકરીયા ને મેદાનમાં ઉતાર્યા છે બંને દીગજો એ વિજય મુરતે ફોર્મ ભરી દીધા છે હવે ચૂંટણી જંગ બરાબર જામવાનો છે બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા રવિભાઈ ધાનાણી ને મેદાનમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા અમરેલી બેઠક પર ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બન્યો છે
પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે ત્યારે અમરેલીમાં આપના નેતાઓએ ધાનાણી અટક ધરાવતા કોરી પાટીના પાટીદાર આગેવાનની છાપ ધરાવતા રવિ ધાનાણી ને ફોર્મ ભરાવ્યું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી બેઠક પર પાટીદાર કાર્ડ નિ નીતિ અખત્યાર કરી છે વિધાનસભાની ચૂંટણી દરમિયાનમાં અમરેલી બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા જાળવવાની બની રહી છે જ્યારે ભાજપ માટે આ બેઠક કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા ની સારી કામગીરી બજાવનાર પરેશ ધાનાણી સામે વિજય મેળવીને જાયન્ટ કિલર બનવા માટે મહત્વની બની રહી છે આમ આદમી પાર્ટી આ બેઠક પર પાટીદાર કાર્ડની સાથે સાથે એન્ટી ઇન્કમબન્સી અને પરિવર્તન ઈચ્છતા મતદારોને લઈ મોટી આશાએ કામે લાગી છે ત્યારે અમરેલીની બેઠક પર ત્રિપાંખીયા જંગમાં કોણ કોને માત આપશે? તેની મીટ મંડાઈ છે જોકે હજુ આ બેઠક પર ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં જીતવા કરતા મત કાપવા માટે ઉમેદવારોને ઉભા રાખવાની શક્યતા સેવાઈ રહી છે …અમરેલીમાં અત્યારે ભાજપ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ત્રિકોણીય જંગ મંડાઈ ચૂક્યા છે પરંતુ આ બેઠક પર હજુ અસરકારક રાજકીય સામાજિક આગેવાનો ફોર્મ ભરે તેવું માનવામાં આવી રહ્યું છે.
અમરેલીમાં સોમવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે
ભાજપના કૌશિક વેકરીયા અને કોંગ્રેસના પરેશ ધાનાણી ટેકેદારો સાથે ઉમેદવારી નામાંકન કરશે. અમરેલી લોક તંત્ર નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મતદાતાઓ મત આપવા માટે થનગની રહ્યા છે ત્યારે વિધાનસભા 95 અમરેલી ના ઉમેદવારો એ ફોર્મ ભરવાના ચાલુ કરી દીધા છે જેમાં 14 નવેમ્બર ના રોજ કોંગ્રેસે અને ભાજપ ના ઉમેદવારો પરેશ ધાનાણી અને કૌશિક વેકરીયા શુભ મુહૂર્ત માં ટેકેદારો સાથે પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે.
અમરેલી ‘આપ’ના ઉમેદવાર રવિન્દ્ર (રવિ) ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભરી પ્રચારના કર્યા શ્રી ગણેશ
આજરોજ અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા 95 અમરેલી વિધાનસભાના ઉમેદવાર શ્રી રવિભાઈ ધાનાણી ના નામાંકન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અમરેલીના રાજમાર્ગો પર વાજતે ગાજતે ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ નિકુંજ સાવલિયા , ભાર્ગવ મહેતા તથા અન્ય હોદ્દેદારો ,કાર્યકરો તેમજ અમરેલી શહેરના યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા આ તકે અમરેલી શહેરની જનતાએ પણ રવિ ધાનાણીનું સ્વાગત કર્યું હતું અને બાદમાં રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે નાગદેવતા મંદિરે દર્શન કરી અને પ્રાંત ઓફિસમાં પોતાના ટેકેદારો સહિત અમરેલી પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.