અબતક, રાજકોટ

ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંજ્ઞણીના આડે હવે સવા વર્ષથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે. દેશના સૌથી વિકસીત રાજયને ફરી ફતેહ કરવા માટે સરદારના સાનિધય અર્થાત કેવડીયા કોલોની ખાતે ચાલી રહેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં ચૂંટણી જીતવાનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.  કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી અને કેન્દ્ર સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવે કાર્યકરોને ચૂંટણી જીતવા માટેના મંત્ર આપ્યા હતા. આજે સવારથી સાંજ સુધી કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કારોબારી બેઠક પેપર લેસ યોજાઇ રહી છે. જેમાં નેતાઓને કાગળ અને પેન આપવાના બદલે ખાસ એપ્લીકેશન સાથેના ટેબલેટ આપવામાં આવ્યા હતા. કારોબારી સભ્યો તથા અપેક્ષીતો ટ્રેન અને બસ મારફત કેવડીયા ખાતે પહોચ્યા હતા. ગઇકાલે કારોબારી બેઠકના પ્રથમ દિવસે સભ્યોનું રજીસ્ટેશન કરવામાં આવ્યું હતું.  આઇટી સેલદ્વારા ટેબ્લેટ ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવા માટે ખાસ શેશન પણ રાખવામાં આવ્યું હતું. મોડી રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ મોડીરાતે હેલીકોપ્ટર મારફત કેવડીયા ખાતે પહોચ્યા હતા.

“કોઈ પણ બાબતનો વિરોધ કરવો” આ વાક્યનો પર્યાય શબ્દ એટલે રાહુલ ગાંધી

આ બેઠકમાં સરંક્ષણ મંત્રી રાજનાથસિંહે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે આકરી ટીકા કરતા કહ્યું કે, “કોઈ પણ બાબતનો વિરોધ કરવો” આ વાક્યનો પર્યાય શબ્દ એટલે રાહુલ ગાંધી. SOU ખાતે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં જણાવ્યુ કે, ટૂંક જ સમયમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણપણે સ્વાવલંબી બની જશે. સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી ગુજરાત ભાજપ વધુ મજબૂત બની છે.

કેન્દ્ર અને રાજય સરકારને અભિનંદન પાઠવતા પ્રસ્તાવો: કાલે સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનીટના સાઇન સીન કરાવાશે

46bb1d44 4d3b 4ee7 9c26 e9a5a78c2251

ગઇકાલે રાત્રે સુપ્રસિઘ્ધ કલાકાર સાંઇરામ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેને કારોબારીમાં ઉપસ્થિત સભ્યોએ મન ભરીને માણ્યો હતો. આજે સવારે ૯ કલાકથી કારોબારી બેઠકનો આરંભ થયો હતો જેમાં સૌ પ્રથમ  ઉપસ્થિતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અને સવારે ૧૦ કલાકથી કારોબારી સત્રનો આરંભ થયો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા ગુજરાત પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય પ્રભારી તથા નવ નિયુકત કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પટેલ દ્વારા કાર્યકરોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ તરીકે સત્તા‚ઢ થયા બાદ સી.આર. પાટીલની આ પ્રથમ ઓનલાઇન કારોબારી છે. ગત વર્ષ કોરોના ચરમસીમા પર હોવાના કારણે વર્ચ્યુઅલ કારોબારી  મળી હતી. ભાજપના ઇતિહાસમાં પ્રથમ એવી કારોબારી છે જે સંપૂર્ણ પણે પેપરલેસ છે તમામ સભ્યોને ખાસ ટેબ્લેટ આપવામાં આવ્યા છે જેમાં ખાસ એપ્લીકેશન છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.