પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ચર્ચા-વિમર્શ બાદ પ્રો.મહેન્દ્ર પાડલીયાની પ્રદેશ ભાજપ શિક્ષક સેલના ક્ધવીનર પદે નિમણુક કરવામાં આવેલ છે.
પ્રો.મહેન્દ્રભાઈ પાડલીયાએ જેઓએ બી.એસ.સી., એલએલ એમ., પી.એચડી સુધીનો અભ્યાસ કરેલ છે. જેઓ 1997 થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ, 2000 થી 2005 રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ, 2005 થી 2010 જીલ્લા પંચાયતના સભ્ય તરીકે, 2009 થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ ક્ધવીનર તરીકે તેમજ પોરબંદર જીલ્લાના પ્રભારી, 1981 થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક, 2011 થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ, 2016 થી 2019 ગોવિંદગુરૂ યુનિવર્સીટી, ગોધરાના કુલપતિ તરીકેની સફળ કામગીરી કરી હતી.
આ તકે પ્રો.મહેન્દ્ર પાડલીયા જણાવે છે કે હાલ કોરોના મહામારીને કારણે લગભગ દોઢ વર્ષથી સ્કુલ, કોલેજો તથા યુનિવર્સીટીનું શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષક કાર્યને ખુબ અસર થયેલ છે. શિક્ષકની સાર્થકતાને કોઈ નકારી શકે તેમ નથી. દેશને મજબુત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌથી વધુ ભાર મુક્યો છે અને મહત્વ આપ્યું છે. જુલાઈ,2020માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવી શિક્ષક નીતિ આપી છે અને 1986થી ચાલી આવતી શિક્ષક નીતિમાં ઘણા ક્રાંતિકારી ફેરફારો કર્યા છે.
ન્યુ એજ્યુકેશન પોલીસી-2020માં દેશનો વિદ્યાર્થી વિશ્વના અન્ય વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશનમાં ઉભો રહી શકે તેની કાળજી રાખવામાં આવી છે. ન્યુ એજ્યુકેશન પોલીસીમાં શિક્ષક ખર્ચને જી.ડી.પી.ના 3% થી 6% સુધી લઇ જવાનું નક્કી કરેલ છે. ધોરણ 3 થી ધોરણ 5 માં માતૃભાષામાં શિક્ષક લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ એક વિજ્ઞાનિક અને ક્રાંતિકારી નિર્ણય છે. પ્રાથમિક શિક્ષક તે કેળવણીનો પાયો છે. પાયો મજબુત તો ઈમારત બુલંદ ધોરણ 1 થી 8ના બાળકોને વ્યાવસાયિક તાલીમ વડે યંત્ર અને કૌશલ્યનો સભાન્ય પરિચય કરાવાશે અને આ વર્ષોમાં દશેક દિવસની ઇન્ટર્નશીપ પણ કરાવવાનું નવી એજ્યુકેશન પોલીસીમાં નક્કી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આવતા સમયમાં શિક્ષક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે ત્યારે આવા સમયમાં શિક્ષક સેલમાં મારી નિમણુક કરી છે. તે મારા માટે ખુબ જ આનંદની વાત છે. ગુજરાત પ્રદેશ ભાજપ શિક્ષક સેલમાં નિમણુક થતા પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સુરેન્દ્રનગરના સંગઠન પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ કારોબારી સભ્યઓ રમેશભાઈ રૂપાપરા, લાલજીભાઈ સાવલિયા, સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના તમામ હોદ્ેદારો તથા ધારાસભ્યો, સાંસદોએ શુભેચ્છા પાઠવી છે.આ તકે તમામ મહાનુભાવોનો પ્રો.મહેન્દ્ર પાડલીયાએ આભાર માન્યો છે.