ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી પૂર્વ મંત્રી આર.સી.મકવાણાને સોંપાય
બે દિવસ પૂર્વ મહેસાણા, બોટાદ અને ભાવનગર શહેર તથા જિલ્લા ભાજપના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકુળતા દર્શાવી સ્વૈચ્છીક રાજીનામું આપી દેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ત્રણેય જિલ્લા અને ભાવનગર શહેર ભાજપનું સંગઠન માળખુ વિખેરી નાંખવામાં આવ્યું હતું. દરમિયાન ગઇકાલે મોડી સાંજે નવી નિમણુંક કરવામાં આવી છે.
જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરની, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રાઘવજીભાઇ સી. મકવાણા અને બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયુરભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં સંગઠનના જે હોદ્ેદારોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને જે વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ પાસેથી એક વ્યક્તિ એક હોદ્ો પક્ષના આ નિયમાનુસાર સંગઠનના હોદ્ાઓ પરથી રાજીનામા લઇ લેવામાં આવે છે અને નવી નિમણુંક કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લાના પ્રમુખ કે સંગઠનના હોદ્ેદારોના રાજીનામા લઇ લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
ધારાસભ્ય ઉદય કાનગડે બક્ષીપંચ મોરચાનું પ્રમુખ પદ છોડ્યુ !
એક વ્યક્તિ એક હોદ્ોએ ભાજપનો પ્રાથમિક નિયમ છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સંગઠનના હોદ્ેદારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ પાસેથી રાજીનામા લઇ લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યૂટી મેયર પદેથી ડો.દર્શીતાબેન શાહ અને વડોદરાના મેયર પદેથી કેયુરભાઇ રોકડિયાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું.
દરમિયાન રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવેલા ઉદયભાઇ કાનગડે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદેથી સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું છે. તેઓના રાજીનામાનો સ્વિકાર કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મયંકભાઇ નાયકની ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે નિયૂક્તી કરવામાં આવી છે. જ્યારે અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખે પણ રાજીનામું ધરી દેતા ગૌતમભાઇ ગેડીયાની પ્રમુખ તરીકે નિયૂક્તી કરવામાં આવી છે.