નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓના હાર્ટની સુરક્ષા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજન સ્થળે ભાજપ ડોકટર સેલ ખડેપગે રહેશે.પ્રદેશ ભાજપ અઘ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ચિકિત્સા સેલ દ્વારા નવરાત્રીમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને કે કોઇ નાગરિકને હ્રદયરોગનો હુમલો આવે તો દર્દીને તાત્કાલીક સારવાર મળે તે પ્રકારે ભાજપા મેડિકલ સેલ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.
આયોજન સ્થળે મેડિકલ કેમ્પ યોજાશે: ડોકટર ઓન કોલ હાજર રહેશે
ગરબા મહોત્સવનું આયોજન થવાનું છે ત્યા મેડિકલ કેમ્પ રાખવામાં આવશે તેમજ મંડલ સ્તરના ચિકિત્સા સેલના ડોકટરઓ ઓન કોલ હાજર રહે અને નજીકની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ભાજપ ગુજરાત પ્રદેશ મેડિકલ સેલના સંયોજક ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર ના જણાવ્યાનુસાર તાજેતરમાં રાજયમાં હાર્ટ એટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. હાર્ટ એટેકથી હવે યુવાનોના પણ મોતના સમાચાર આવી રહ્યા.
જીમમાં કસરત કરતા, રમત રમતા કે ગરબા કરતા યુવાનોને હાર્ટ એટેક આવ્યા ના સમાચારથી આજે સૌ ચિંતિત છે ત્યારે હાલ નવરાત્રીના તહેવાર પ્રસંગે ગરબા મહોત્સવમાં ભાગ લેતા નાગરિકો ભય વગર ભાગ લઇ શકે તે માટે પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં પ્રદેશ ચિકિત્સા સેલ દ્વારા એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડલ સ્તરે નવ દિવસ જયા ગરબા મહોત્સવનું આયોજન થવાનું છે ત્યા મેડિકલ કેમ્પ રાખવામાં આવશે તેમજ જે કાર્યકર્તાઓને સી.,પી.આર. ટ્રેનિંગ મેળવી છે તેઓ નવ દિવસ ગરબા મંડપમાં ઉપસ્થિત રહેશે તેમજ મંડલ સ્તરના ચિકિત્સા સેલના ડોકટરઓ ઓન કોલ હાજર રહે અને નજીકની સ્પિશિયલીટી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે