પ્રજાના પ્રતિનિધિ તરીકે સતત લોકોની વચ્ચે કેમ રહેવું અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેમ પહોંચાડવી તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવે છે. દરમિયાન આવતીકાલથી દ્વારકા ખાતે બે દિવસ માટે રાજકોટ અને જામનગર મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરો માટે ખાસ અભ્યાસ વર્ગ યોજાશે. જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કાલથી દ્વારકામાં બે દિવસ કોર્પોરેટરો માટે યોજાશે અભ્યાસ વર્ગ
કોર્પોરેટરોના અભ્યાસ વર્ગ માટે સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે પ્રદિપભાઇ ખીમાણીની નિમણુંક કરવામાં આવી છે. કાલે બપોરે દેવભૂમિ દ્વારકા ખાતે લેઉવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ ખાતે રાજકોટ અને જામનગર મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી ચાલનારા આ અભ્યાસ વર્ગમાં અલગ-અલગ સેશન લેવામાં આવશે. જેમાં પ્રદેશના નેતાઓ દ્વારા કોર્પોરેટરોને અનુશાસનના પાઠની સાથે પ્રજા વચ્ચે કેવી રીતે રહેવું અને કેવી રીતે લોકપ્રિયતા હાંસલ કરવી તે અંગે માહિતી આપવામાં આવશે.