શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા,દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કેતન પટેલ, જયમીન ઠાકર, મનીષ રાડીયા, નિરૂભા વાઘેલા, પ્રીતિબેન દોશી અને પરેશ પીપળીયાએ ટીપી સ્કીમ અને પેકેજ ડ્રીન્કીંગ વોટર મામલે પ્રશ્નોની જડી વરસાવતા ટીપીઓ તથા આરોગ્ય અધિકારીઓને અધિકારીને પરસેવા છૂટી ગયા
શહેરીજનોની આરોગ્યની ચિંતા કરી કોઈપણ પ્રકારની શહે શરમ રાખ્યા વિના બેલસેલિયા તત્વો પર તૂટી પડો:કોર્પોરેટરો લાલઘૂમ
રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મળેલી જનરલ બોર્ડની બેઠકના પ્રશ્નોત્તરી કાળમાં ભાજપના 8 કોર્પોરેટરોએ ટીપી સ્કીમ અને પેકેજ ડ્રીનિ્ંકગ વોટર મામલે ટીપી તથા આરોગ્ય શાખાના અધિકારીઓ પર રિતસર તડાપીટ બોલાવી હતી.ટીપીઓ અને હેલ્થ ઓફિસર નગરસેવકોના પ્રશ્નોની જવાબ આપવામાં થોથવાય ગયા હતાએક તબક્કે ડીએમસી, મ્યુનિસિપલ કમિશનર અને ખુદ મેયર મધ્યસ્થીત કરવાની જરૂર પડી હતી.
સામાન્ય રીતે જનરલ બોર્ડના પ્રશ્નોત્તરી કાળનો એક કલાકનો સમય ખોટી ચર્ચા કરવામાં નીકળી જતો હોય છે. આજે લાંબા સમય બાદ ખરેખર પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટવાસીઓને સિધી અસર કરતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી વોર્ડ નંબર 14ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે ટીપીને લગતો પ્રશ્ન પૂછ્યો હતો.જેનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા કુલ 56 ટીપી સ્કીમ બનાવવામાં આવી છે.જે પૈકી 17 ડ્રાફ્ટ ટીપી સ્કીમ ડ્ મંજુર થઈ છે જ્યારે 32 ટીપીને ફાઇનલ મંજૂરી મળી ચુકી છે.8 પ્રિલિમિનરી અને એક ટીપી સ્કીમ પેન્ડિંગ છે.ટીપી સ્કીમ હેઠળ કોર્પોરેશનને કુલ 2317 અનામત પ્લોટ પ્રાપ્ત થયા છે.જે પૈકી 1513 પ્લોટનો કબજો મળી ગયો છે.
જ્યારે 493 પ્લોટ પર આંશિક દબાણ ખડકાયેલું છે.ટીપી બનાવતી વેળાએ અને ફાઇનલ કરતી વેળાના સમય ગાળા દરમિયાન અનામતમાં ફેરફાર થતો હોવાનો પણ નગરસેવકોએ લગાવ્યો હતો. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ બોર્ડમાં જણાવ્યું હતું કે 80 ફૂટ રોડ પર માર્જિન છોડિયા વિના કોર્પોરેશને પ્લાન મંજૂર કરી દીધા છે. હાલ માર્જિન છોડ્યા વિનાની 150 દુકાનો અને 30 થી વધુ મકાનો ઊભા છે. ભરેલા કબજા વાળા કે દબાણ વાળા પ્લોટ કોર્પોરેશન શા માટે સ્વીકારવા જોઈએ તેવા પણ સવાલો ઉઠાવ્યા હતા.ટીપી સ્કીમ ફાઈનલ ન થાય ત્યાં સુધી અનામત પ્લોટમાં દબાણ ખડકાય જાય તે માટે કેમ રાહ જોવામાં આવે છે તેવા સવાલો પણ ઉઠવ્યા હતા.
ટીપી સ્કીમ બનાવતી વેળાએ સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ન થાય તેવી લાગણી કોર્પોરેટર પરેશ પીપળીયાએ કરી હતી.જ્યારે મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર બે માં એક ખાનગી માલિકીના પ્લોટમાં કોર્પોરેશન પ્લાન પાસ કર્યા બાદ જ્યારે ટીપી ફાઈનલ થઇ ત્યારે આ પ્લોટ અનામત માં આવી ગયો. ટીપી સ્કીમ મુદ્દે અધિકારીઓએ આપેલા જવાબ ગણે ન ઉતરતા ભાજપના કોર્પોરેટરો એ રીતસર તડાપીટ બોલાવી હતી.
આજે જનરલ બોર્ડમાં સૌથી વધુ ચર્ચા આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખાને લખતા પ્રશ્નો અંગે થઈ હતીકોર્પોરેટર કેતન પટેલે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે શહેરમાં પેકેજ ડ્રીનિ્ંકગ વોટરના કુલ પાંચ પ્લાન્ટ આવેલા છે. જ્યારે આઠ ડિસ્ટ્રિબ્યુટર્સ છે.અત્યારે સુધીમાં પીવાના પાણીના 11 સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી 9 સેમ્પલ પાસ થયા છે અને બે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.ફરિયાદ મળીએ ફૂડ શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવે છે આવા જવાબ સામે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર પ્રીતિબેન દોષીએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે જ્યારે ફરિયાદ મળે ત્યારે જ પીવાના પાણીના સેમ્પલ લેવાની પરંપરા ખોટી છે.
ખરેખર સીઝન મુજબ સામગ્રીના નમુના લેવા જોઈએ પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોઈપણ શેહ શરમ રાખ્યા વિના ભેળસેળ કરતા તત્વો પર તૂટી પાડો.સીઝન પુરી થઈ ગયા બાદ સેમ્પલ લેવાના કે તેના રિપોર્ટ આવે તે વ્યાજબી નથી. મનીષ રાડીયા અને જયમીન ઠાકરે પણ ખુદ શાખા એમ ગંભીરતાથી કામગીરી કરવી જોઈએ.તેવી માંગણી કરી હતી.એક તબક્કે મામલો ગરમ થઈ જતા ખુદ મેયર ડો. પ્રદીપ ડવે મધ્યસ્થી કરવી પડી હતી તેઓએ આરોગ્ય શાખાના અધિકારીઓને એવી ટકોર કરી હતી કે સભા ગૃહમાં તમામ કોર્પોરેટરો ની એવી લાગણી છે કે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા વેપારીઓ પર આખરી કાર્યવાહી કરવી જોઈએ દરેક ફૂડ ઇન્સ્પેક્ટર નિયમ મુજબ નમૂના લેવાના બદલે ગંભીરતાથી કામગીરી કરવાની આવશ્યકતા છે
આ કામગીરી દરમિયાન કોઈ ભલામણ આવે તો પણ તેનો અસ્વીકાર કરી શહેરી જનોના ગીત માટે કામગીરી થવી જોઈએ. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ આ મુદ્દે અધિકારીઓને એવી પણ ટકોર કરી હતી કે, જ્યારે બોર્ડમાં ધોસ બોલે ત્યારે દેખાવ પૂરતી કામગીરી કરવાને બદલે ગંભીરતા સાથે કામગીરી ચાલે તેવા પ્રયાસો થતા રહેવા જોઈએ. આજે પ્રશ્નોત્તરી કાળમાં ટીપી સ્કીમ અને આરોગ્ય શાખાની આરોગ્ય શાખાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.વિનુભાઈ ગવા સુરેન્દ્રસિંહ વાળા કેતન પટેલ જયમીન ઠાકર મનીષ રાડીયા પ્રીતિબેન દોશી નીરુભા વાઘેલા અને પરેશ પીપળીયાએ અધિકારીઓ પર રીતસર તડાપીટ બોલાવતા અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. મેયર મ્યુનિસિપલ કમિશનર અને ડીએમસીએ પ્રશ્નોના જવાબ દરમિયાન મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.