વિશ્ર્વ પર્યાવરણ દિને ૩ હજાર લોકોને ૨ ડસ્ટબિનનું વિતરણ કરાશે
આગામી ૫મી જૂન ર્આત વિશ્ર્વ પર્યાવરણ દિવસી શહેરમાં ભીનો અને સુકા કચરાનું અલગ અલગ વર્ગીકરણ કરવાના જાહેરનામાની અમલવારી વાની છે. ત્યારે શહેરીજનોને નિ:શુલ્ક ડસ્ટબીન આપવા માટે ભાજપના ૩૮ કોર્પોરેટરોએ તેઓને વિકાસ કામ માટે મળતી વાર્ષિક ૧૦ લાખ ‚પિયાની ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા ગ્રાન્ટ ડસ્ટબીન માટે ફાળવી દીધી છે. દરમિયાન આગામી સોમવારી ૩ હજાર લોકોને ૨ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવશે.
વિશ્ર્વ પર્યાવરણ દિવસે રેસકોર્સ ખાતેી ૧૦૦ી વધુ તુલસીના છોડ સો કુંડાનું વિતરણ કરાશે અને રેસકોર્સમાં ધનીષ્ટ વૃક્ષારોપણ હા ધરવામાં આવશે. ભાજપના કોર્પોરેટરોએ લોકોને ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા માટે લીલી અને બ્લુ કલરની ડસ્ટબીન નિ:શુલ્ક મળે તે માટે પોતાની ગ્રાન્ટમાંી ૨.૫ લાખ ‚પિયા ફાળવ્યા છે. આજે શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીએ મ્યુનિ.કમિશનરને આ અંગે પત્ર એનાયત કર્યો હતો.
કમિશનરે બંન્ને પક્ષના કોર્પોરેટરોને આ માટે સુચન કર્યું હતું પરંતુ આજ સુધી કોંગ્રેસના એક પણ કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટ ડસ્ટબીન માટે આપી ની. જો કોંગી કોર્પોરેટરો ગ્રાન્ટ નહીં ફાળવે તો એવું બનશે કે કોંગ્રેસના કોર્પોરેટરના મત વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ નાણા ખર્ચી ડસ્ટબીન ખરીદવી પડશે. જો કે તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે, સામાજીક સંસ, કંપનીના સહયોગી શહેરમાં ૪ લાખ ઘરોમાં નિ:શુલ્ક બે ડસ્ટબીન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. છતાં કોઈ વ્યક્તિ જો ડસ્ટબીન ખરીદવા માંગતી હશે તો તેને ‚ા.૧૫૦માં બે ડસ્ટબીન આપવામાં આવશે. આટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષી નિયમીત વેરો ભરનાર કરદાતાને નિ:શુલ્ક ડસ્ટબીન અપાશે.