ભારત હવે લોકશાહીમાં પરિપક્વ
રાજસ્થાન અને છત્તીસગઢને ભાજપ પાસેથી છીનવતું કોંગ્રેસ, મધ્યપ્રદેશમાં બન્ને પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર: તેલંગણામાં ટીઆરએસને ફરીથી સ્પષ્ટ બહુમતિ જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો: આખરી રાજ્યમાં મિઝોરમમાં કોંગ્રેસની કારમીહાર
આગામી વર્ષે યોજાનારા લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન પાંચ રાજયોની વિધાન સભાની ચૂંટણી માટે આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં પ્રારંભીક અહેવાલો મુજબ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી તરફ આગળવધી રહ્યાનું જયારે મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે નજીવી સરસાઈ ચાલી રહી છે.તેલંગાણામાં વર્તમાન સત્તાધારી ટીઆરએસ પાર્ટી ફરીથી બહુમતી તરફ આગળ વધી રહી છે.પૂર્વોત્તર રાજયોમાં કોંગ્રેસના આખરી ગઢ મિઝોરમ ધ્વંશ થઈ જવાના અહેવાલો પ્રાપ્ત થઈરહ્યા છે.
મધ્ય ભારતના મહત્વના રાજય મધ્યપ્રદેશમાં ૨૦૦૩થી ભાજપનું શાસન છે. વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ૨૦૦૮ થીસત્તા પર છે. અહી ૨૩૦ બેઠકોમાટે મતદાન તયું હતુ જેમાં બહુમતી માટે ૧૧૬ બેઠકોની જરૂરીયાત છે. જેથી ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટી વચ્ચે બરાબરીની ટકકર ચાલી રહી છે. ત્યારે મત ગણતરી બાદ મધ્ય પ્રદેશમાં સત્તા નિર્ધારણ અંગેનો દ્રશ્ય સ્પષ્ટ થશે મધ્ય પ્રદેશમાં કુલ ૨૩૦ સીટોમાંથી ભાજપને ૯૯ ,કોંગ્રેસની ૧૧૬ સીટો તો અન્યને ૧૫ સીટો છે. તો હજુ ગણતરીની સાથેજ સતત ઉતાર ચડાવ ચાલી રહ્યા છે.
મધ્યપ્ર દેશમાં કોંગ્રેસ સાથે ગઠ બંધન કરવાનો ઈન્કાર કરીને વિપક્ષી મહા ગઠ્ઠબંધન પર પ્રશ્નર્થ ઉભો કરનારી માયાવતીની બસપા પાર્ટીને માત્ર બે બેઠકો આગળ ચાલી રહી છે. જયારે આઠ બેઠકો પર અન્યો આગળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા હોય સત્તાના ૧૫વર્ષ બાદ પણ તેમની લોક પ્રિયતા જળવાઈ રહી હોય અને એન્ટી ઈન્કમબલન્સીની કોઈ અસર થતીનય તેમ મત ગણતરીના તમામ તબકકાઓમાં કોંગ્રેસને બરાબરીની ટકકર આપી હતી જોકે પૂર્ણ મત ગણતરી બાદ સત્તાનું ચિત્ર ફાયનલ થશે.
ઉત્તર ભારતના મહત્વના રાજય રાજસ્થાનમાં પ્રારંભિક મત ગણતરીના અહેવાલો મુજબ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતિ તરફ આગળ વધી રહ્યું છે.અહીં રાજય વિધાન સભાની ૧૯૯ બેઠકો માટે યોજાયેલી ચુંટણીનો મત ગણતરીમાં કોંગ્રેસે પ્રારંભથી લીડ બનાવી લીધી હતી. જે સતત જળવાઇ રહી હતી.
તમામ ન્યુઝ ચેનલોએ જાહેરકરેલા એકઝીટ પોલો મુજબ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી વસુંધરા રાજેને કારમી હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. રાજયમાં થયેલા વિકાસ કામોને પ્રજાની વચ્ચે લઇ જવામાં વસુધરા સરકાર નિષ્ફળ જતા વિકાસના મુદ્દે લડાયેલી આ ચુંટણીમાં કોંગ્રેસ મેદાન મારી ગઇ છે. રાજસ્થાનમાં બહુમતિ માટે ૧૦૦ બેઠકોની જરુરી છે.
આજે સવારે રાજસ્થાનમાં શરુ થયેલી મત ગણતરીમાં એકઝીટ પોલોના સર્વે મુજબ પ્રારંભથી કોંગ્રેસે બહુમતિ મેળવી હતી. આબહુમતિ કોંગ્રેસે સતત જાળવી રાખી હતી. આ લખાય છે કે ત્યાં સુધીમાં કોંગ્રેસ ૧૧૪ બેઠકો પર બેઠકો પર આગળ છે જયારે ભાજપ ૮૮ બેઠકો પર આગળ છે. બસપા ૩ બેઠકો પર અન્યો૧૩ બેઠકો પર આગળ છે.
અહીં બહુમતિ માટે જરુરી બેઠકો કરતા કોંગ્રેસ વધારે બેઠકો પર આગળ હોય કોંગ્રેસ સ્પષ્ટ બહુમતિ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ એકઝીટ પોલોમાં ભાજપને કારમો પરાજય મળવાની સંભાવના વ્યકત થઇ હતી તે ખોટા પડી રહ્યા હોય ભાજપે સન્માનજક બેઠકો મેળવી હતી.
મધ્યપ્રદેશમાંથી ૨૦૦૦માં નવા બને છત્તીસગઢ રાજયની ૯૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મત ગણતરીમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળે છે. જેથી વર્ષ ૨૦૦૩થી સતત ત્રણ ટર્મથી અહી મુખ્યમંત્રી પદે બિરાજતા રમણસિંહના શાસનની વિદાય નિશ્ચીત થઈ જવા પામી છે. અહી બહુમતી માટે ૪૬ બેઠકોની જરૂરીયાત છે. મત ગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસે બહુમતી મેળવવાની શરૂ કરી દીધી હતી. જેમાં લખાય છે. ત્યાં સુધીમાં ૫૮ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.જયારે ભાજપ માત્ર ૨૫ બેઠકો પર આગળ છે. જયારે અન્ય ૭ બેઠકો પર આગળ છે.
આમ, કોંગ્રેસ ભાજપ કરતા ડબલ બેઠકો પર આગળ ચાલી રહ્યું હોય રમણસિંગ સરકારની વિદાય નિશ્ચીત બની છે. મતદાન બાદ ન્યુઝ એજન્સીઓ દ્વારા કરેલા એકઝીટ પોલોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ થવાની સંભાવના વ્યકત થઈ હતી. પરંતુ અહી એકઝીટપોલો ખોટા પડતા હોય .
તેમ કોંગ્રેસે મત ગણતરીનાં પ્રારંભથી બહુમતી બનાવવાની શરૂઆત કરી દીધી હતી જે સતત જળવાઈ રહી હતી આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય રમણસીંગ સરકાર વિદાય નિશ્ચીત બની ગઈ છે. અહી સત્તા પરિવર્તન પાછળ ભાજપનો વિકાસનો મુદો ચાલ્યો ન હોવાનો રાજકીય નિષ્ણાંતોનો મત છે.
આંધ્ર પ્રદેશમાંથી વર્ષ ૨૦૧૪માં અલગ કરાયેલા તેલાંગણા રાજમાં ટીઆરએસ ફરીથી બહુમતી મેળવશે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે તેલંગાણા રાજય માટે લાંબા સમયથી લડત ચલાવનારા કે. ચંદ્રેશેખર રાવ રાજયની સ્થાપનાથીજ મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજય વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે યોજાયેલીચૂંટણીમાં બહુમતી માટે ૬૦ બેઠકો જરૂરી છે. આ લખાય છે ત્યાં સુધી ૯૫ બેઠકો પર થયેલી મત ગણતરી માંથી ૬૯ બેઠકો પર ટીઆરએસ જયારે કોંગ્રેસ અને ટીડીપીના ગઠ્ઠબંધનને ૧૦ બેઠકો, ઔવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ૨ બેઠકો, અન્યો ૨ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
મતદાન બાદ વિવિધ ન્યુઝ એજન્સીઓ દ્વારા જાહેર થયેલા એકજીટ પોલોમાં ટીઆરએસ ફરીથી બહુમતીથી સાથે સરકાર બાવશેના વર્તારા રજૂ થયા હતા. જે મુજબ મતગણતરીમાં પણ ટીઆરએસને સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતી જોવા મળતીહતી. કે. ચંદ્રેશખર રાવ અલગ તેલંગાણા રાજય માટે લડત ચલાવનારા મુખ્ય નેતા હતા. જેથી, લોકો તેમના પ્રત્યે અનોખી લાગણી ધરાવે છે.
તેલંગાણા રાજયનાં મુખ્યમંત્રી બન્યાબાદ રાવે અનેક વિકાસ કાર્યો કરાવીને અભૂતપૂર્વ લોકચાહના ઉભી કરી હતી. અહી ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડયું હતુ, કોંગ્રેસ અને ટીડીપીએ ગઠ્ઠબંધન કરીને જયારે ભાજપે એકલા હાથે ચૂંટણી લડતા ત્રિપાંખીયો જંગ થયો હતો. જેની મત ગણતરીમાં પ્રારંભથી જ ટીઆરએસએ બહુમતી મેળવવાની શરૂઆત કરી હતી. જે પાર્ટીને સ્પષ્ટ બહુમતી તરફ દોરી જઈ રહી છે.
બંગાળ સહિતના પૂવોત્તર રાજયોમાં ભાજપ સક્રિય થયા બાદ ધીમે ધીમે તમામ રાજયોમાં સત્તાગ્રહણ કરી હતી કે કીંગ મેટરની ભુમિકામાં આવી ગયું હતું. આ વિસ્તારમાં કોંગ્રેસના આખરી ગઢ મિઝોરમની ૪૦ બેઠકો માટે આજે સવારે યોજાયેલી મત ગણતરીમાં મુખ્ય વિપક્ષ એમએનએફે પ્રારંભથી બહુમતિ મેળવ વાનો પ્રારંભ કર્યો હતો. આ લખાય છે કે ત્યાં સુધીમાં મીઝો નેશનલ ફ્રન્ટ ૨૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ તરફ આગળ વધી રહી છે. જયારે સત્તાધારી કોંગ્રેસ માત્ર આઠ બેઠકો પર આગળ છે.
જયારે ભાજપે આ રાજયમાં ખાતુ ખોલાવવા તરફ આગળ વધી રહી હોય તેમ એક બેઠક પર જયારેઅન્ય પાર્ટીઓ પાંચ બેઠકો પર આગળ છે.જેથી ૨૦૦૮ થી કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા લાલાથાન્હાવાલાનું શાસનેની વિદાય નિશ્ચીત મનાય છે.
અહીં લાંબા સમયથી ભાજપ સક્રિય બન્યું હોય ન્યુઝ એજન્સીઓના એકઝીટ પોલોમાં પણ કોંગ્રેસનું શાસન જવાની અને એમએનએફને બહુમતિ મેળવાની સંભાવના વ્યકત થઇ હતી. પરંતુ કોંગ્રેસને મતગણતરીમાં ખુબ જ ઓછી બેઠકો પર સરસાઇ મળતી જોવા મળતી હોય પૂર્વો રાજયમાં કોંગ્રેસ પાસે રહેલા આખરી ગઢનું પણ પતન થઇ ગયું છે