- ભાજપ બાકી રહેલી ગુજરાતની 11 બેઠકો માટે જયારે કોંગ્રેસ અમુક બેઠકો માટે કાલે ઉમેદવારોના નામ કરશે જાહેર
- ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 195 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર
રાજકોટ ન્યૂઝ : લોકસભાની ચૂઁટણીની તારીખોનું એલાન હવે બે થી ત્રણ દિવસમાં થવાની સંભાવના છે. દેશની બન્ને મુખ્ય રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. દરમિયાન આજે રાજધાની દિલ્હી ખાતે ભાજપ અને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક મળશે જેમાં ગુજરાતની બેઠકો માટે મુરતિયા પસંદ કરવા માટે મનોમંથન હાથ ધરવામાં આવશે.સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 195 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની 1પ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની 1પ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, છોટા ઉદેપુર અને વલસાડ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાનું બાકી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં માત્ર 39 ઉમેદવારોના નામો જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની એકેય બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
આજે દિલ્હી ખાતે ભાજપ અને કોંગ્રેસની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક મળશે. જેમાં ગુજરાત સહિતના રાજયોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે મોડી રાત્રી સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ ચાલશે દરમિયાન આવતીકાલે ગમે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે. કોંગ્રેસ પણ કાલે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરશે જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે.