મહારાષ્ટ્રમાં ભાજપ ૧૦૫, શિવસેના ૭૦ જયારે કોંગ્રેસ ૪૧ અને એનસીપી ૫૦ બેઠકો પર આગળ, હરિયાણામાં ભાજપ ૪૪, કોંગ્રેસ ૩૧, જનતા જર્નાદન પાર્ટી પ, અન્ય ૧૦ બેઠકો પર આગળ
ભારતને આઝાદી અપાવવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવનારી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે પાંચ દાયકા સુધી રાજકારણમાં એકચક્રી શાસન ભોગવ્યું હતુ જે બાદ પક્ષમાં પ્રવર્તેલી આંતરિક જુથબંધી અને તમામ કાર્યકરોમાં નેતા બનવાની લાગેલી હોડના કારણે કોંગ્રેસની હાલત છેલ્લા બે દાયકાથી સતત કથડતી જાય છે. કોંગ્રેસની આ કથડતી હાલતને વધુ એક ફટકો આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ માર્યો છે. બંને રાજયોની વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે જયારે હરિયાણામાં પાતળી બહુમતીથી ભાજપ આગળ છે. જેથી બંને રાજયોમાં ફરીથી ભાજપની સરકાર નિશ્ચિત બની જવા પામી છે. બંને રાજયોમાં સત્તાધારી પાર્ટી સામેના એન્ટીઈકબન્સીનો લાભ મળવાની આશા રાખતા કોંગ્રેસ સહિતના વિપક્ષોનો વધુ એક મરણતોલ ફટકો મતદારોએ આપ્યો છે. જયારે આ પરિણામો ફરીથી સાબિત કર્યું છે કે દેશમાં અનેક સમસ્યાઓ હોવા છતાં મોટી સુનામી યથાવત છે.
ગત ૨૧મી યોજાયેલી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અને ૧૭ રાજયોની ૫૧ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરાય હતી મહારાષ્ટ્રમાં મતગણતરીના પ્રારંભથી જ સત્તાધારી ભાજપ અને શિવસેનાની જોડી આગળ રહેવા પામ્યુ હતુ ૨૮૮ બેઠકો માટે થઈ રહેલી મતગણતરીમાં ભાજપે આ લખાય છે. ત્યાં સુધી ૧૦૫બેઠકો પર જયારે શિવસેના ૭૧ બેઠકો પર આગળ છે. જયારે કોંગ્રેસ ૩૯ બેઠકો અને તેની સહયોગી પાર્ટી એનસીપી ૫૧ બેઠકો પર આગળ છે. જયારે અન્ય પક્ષો ૧૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી માટે ૧૪૫ બેઠકોની જરૂરી છે. જેથી ભાજપ અને શિવસેના બંને સહયોગી પક્ષો આ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠકો કરતા વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યા હોય મહારાષ્ટ્રમાં ફરીથી ભાજપ-શિવસેનાની સંયુકત સરકાર નિશ્ચિત મનાય રહી છે.
હરિયાણાની ૯૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભના એક કલાકમાં ભાજપે વિપક્ષ કોંગ્રેસ સહીતના વિપક્ષો પર મજબૂત બહુમતિ બનાવી હતી પરંતુ, આગળ વધતી મત ગણતરીમાં વિપક્ષોએ ભાજપની બહુમતિને કાપી નાખતી લીડ મેળવી હતી. જેથી, એક સમયે ભાજપ અને વિપક્ષ ૯૦ માંથી ૪૫-૪૫ બેઠકો પર લગોલગ ચાલવા લાગ્યા હતા. અહીં બહુમતિ માટે ૪૬ બેઠકોની જરુરી હોય આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસે આ પરિણામોમાં હરિયાણાના ગત ચૂંટણીના પરિણામો કરતા વધુ મજબૂત સ્થિતિ બનાવી છે. પરંતુ, કોંગ્રેસે ગત ચૂંટણી કરતા વધારે બેઠકો મેળવી છે. જેટલી બેઠકોનું લોક દળને નુકશાન થવા પામ્યું છે. જેથી ભાજપની બેઠકો અકબંધ રહેવા પામી છે જયારે કોંગ્રેસ લોકદળને નુકશાન પહોચાયું છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને ૧રર, એનસીપીને ૬ર અને કોંગ્રેસ ૪ર બેઠકો મળી હતી. જેથી એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા ભાજપ અને શિવસેનાએ યુતિ કરીને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર રચી હતી. જો કે આ વખતે ભાજપ-શિવસેનાએ યુતિ રચીને ચૂંટણી લડી હતી. આજના પરિણામો પહેલા તમામ ચેનલોના એકઝીટ પોલમાં ભાજપ શિવસેના યુતિને બે તૃતીયાંસ બહુમતિ મળવાની સંભાવના વ્યકત કરી હતી. આ સંભાવના આજના પરિણામોમાં સાચી પુરવાર થઇ હતી.
હરિયાણા વિધાનસભાની ર૦૧૪ની યોજાયેલી ચૂંટણીના ભાજપે ૪૭ બેઠકો, કોંગ્રેસે ૧પ બેઠકો જયારે ઓમપ્રકાશ ચૌટાલાની લોકદળ પાર્ટીએ ૧૯ બેઠકો મળી હતી. આજ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતા મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં સરકાર રચાઇ હતી. પરંતુ, આજના પરિણામોમાં કસોકસની લડાઇ બાદ ભાજપે ફરીથી સ્પષ્ટ બહુમતિ તરફ આગળ વધી રહ્યું છે. જેથી અહીં પણ ફરીથી મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં ફરીથી ભાજપની સરકાર રચાશે તે નિશ્ચિત છે. હરિયાણામાં ચુંટણી બાદ તમામ ચેનલોએ તેમના એકઝીટ પોલોમાં ભાજપને બે તૃતિયાંસ બહુમતિ મળતી દર્શાવી હતી, પરંતુ પરિણામોએ આ એકઝીટ પોલોને અમુક અંશે ખોટા ઠેરવ્યા હતા.
આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. ત્યારે મુંબઈ ભાજપ કાર્યાલયમાં પાર્ટીના કાર્યકરોને તેમની જીત અંગે એટલો વિશ્વાસ છે કે તેઓએ પહેલેથી પાંચ હજાર જ લાડુ સહિતની મીઠાઇઓ તૈયાર કરી લીધી છે. અન્ય મહત્વપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના મળીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો પર મતદાન યોજાયું હતું. અહીં બહુમતી માટે ૧૪૫ બેઠકોની જરૂર છે. તમામ ચેનલોના એક્ઝિટ પોલમાં ભાજપ મહાગઠબંધનને ૨૧૩ બેઠકો મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ જોડાણને ૬૧ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્ય લોકોને પણ ૧૪ બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાઉના એક સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ૨૩૦ બેઠકો સાથે બહુમતી મેળવે તેવું લાગે છે, જ્યારે કોંગ્રેસ ૪૮ બેઠકો પર સંકોચો કરતી દેખાય છે. રાજ્યમાં અન્યના ખાતામાં ૧૦ બેઠકો ઉમેરી શકાય છે.
એક્ઝિટ પોલના પરિણામો અંગે ભાજપ મહારાષ્ટ્રના પ્રવક્તા માધવ ભંડારી કહ્યું હતું કે, એક્ઝિટ પોલના અંદાજ તેમની અપેક્ષા મુજબ છે. ભંડારીએ કહ્યું, રાજ્યમાં એક્ઝિટ પોલ અને મતદાનની ટકાવારીનો અંદાજ તેમની અપેક્ષા મુજબનો છે. મતદાન ટકાવારી એ ૨૦૧૪ ની મતદાન ટકાવારી જેટલી જ હતી. બંને ચૂંટણીના મત ટકાવારીમાં કોઈ ખાસ તફાવત નહોતો. અહીં ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ ચૂંટણી લડી હતી. ૨૦૧૪માં ભાજપને ૧૨૨ અને શિવસેનાને ૬૩ બેઠકો મળી હતી. બંને પક્ષોએ ગઠબંધન બાદ સરકાર બનાવી. તે જ સમયે, કોંગ્રેસને ૪૨ બેઠકો મળી હતી અને એનસીપીને માત્ર ૪૧ બેઠકો મળી હતી.