ધર્મેન્દ્રસિંહ જાડેજાના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન
ભાજપાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરેલી તેમાં ૭૭-જામનગર અને ૭૮-જામનગરના ઉમેદવારોના નામો જાહેર કરેલા. આ બંને ઉમેદવારોએ સોમવારે બપોરે, પોતાના ઉમેદવારીપત્રો રજુ કર્યા તે પહેલા ૭૮-જામનગરના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
૭૭-જામનગર ગ્રામ્યના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલએ તથા ૭૮-જામનગર ઉતરના ઉમેદવાર હકુભા જાડેજાએ તા.૨૦ને સોમવારે, એસડીએમ કચેરીમાં પોતાના ઉમેદવારી પત્રો રજુ કર્યા હતા. આ પહેલા સોમવારે સવારે ૧૧ વાગ્યે, ૭૮ જામનગર વિધાનસભા બેઠક માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શ‚ સેકશન ખાતે, શિવમ્ પેટ્રોલપંપ પાસે ઉદઘાટન કરવામાં આવ્યું.
આ બંને કાર્યક્રમોમાં ભાજપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપાના અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ અધ્યક્ષો નિલેશ ઉદાણી, હિતેશ ભટ્ટ, અશોક નંદા, કમલસિંહ રાજપૂત, ધર્મરાજસિંહ જાડેજા, નિલેષ ટોળીયા, આશિષ કંટારિયા, દિલીપસિંહ ચુડાસમા, મનસુખ ખાણધર વગેરે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન આર.સી.ફળદુએ કર્યું હતું. તેઓનું નામ સોમવારે બપોરે ભાજપાની ત્રીજી યાદીમાં, ૭૯-જામનગર (દક્ષિણ) બેઠક માટે જાહેર થયું. ભાજપાની ત્રીજી યાદીમાં સમગ્ર ગુજરાતના કુલ ૨૮ નામો જાહેર થયા છે. આર.સી.ફળદુના નામની જાહેરાત સૌ માટે અપેક્ષા બહારની હતી. કારણકે, આ બેઠક માટે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જિતેન્દ્રલાલ તથા શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હિંડોચા તેમજ જૈન મહિલા અગ્રી શેતલબેન શેઠના નામોનો સમાવેશ મજબુત દાવેદારોમાં થતો હતો. છેક છેલ્લે સુધી આ નામો સંભવિત ઉમેદવારો તરીકે મીડિયામાં દોડી રહ્યા હતા અને આર.સી.ફળદુના નામની સતાવાર જાહેરાત થઈ ગઈ હતી.
૭૯-જામનગર દક્ષિણના ઉમેદવાર આર.સી.ફળદુનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, સુમેર કલબ રોડ પર, રાજ કો.ઓ.બેંક પાસે, મંગળવારે સવારે ૧૦ વાગ્યે શ‚ કરવામાં આવ્યું અને ત્યારબાદ સેંકડો આગેવાનો-સમર્થકો-ટેકેદારોની હાજરીમાં તેઓએ પ્રાંત કચેરી (સેવા સદન) ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠક પૈકી કાલાવડની બેઠક અનામત છે અને બાકીની ૪ પૈકી ૩ બેઠક પર ભાજપાએ પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચોથી બેઠક ક્ષત્રિયના ફાળે ગઈ છે.