- ગાંધીનગર ખાતે અમિત શાહે નામાંકન ભર્યું
-
નવસારી ખાતે સી.આર.પાટીલે નામાંકન ભર્યું
- રાજકોટ ખાતે પરેશ ધાનાણીએ નામાંકન ભર્યું
- જામનગર ખાતે પૂનમ માડમએ નામાંકન ભર્યું
Loksabha election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારીનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનાં 6 નેતા ઉમેદવારી કરશે. ગાંધીનગરથી અમિત શાહ ,નવસારીથી સી.આર.પાટીલ , જામનગરથી પૂનમ માંડમ અને રાજકોટથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે
ગાંધીનગર : લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે નામાંકન ભર્યું
દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહએ આજે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે .
નવસારી : લોકસભા બેઠક માટે સી.આર.પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.
રાજકોટ : લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારીપત્રક ભર્યું
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક નોંધાવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા.
જામનગર : સાંસદ પૂનમબેન માડમ વિજય મુહર્તમાં ફોર્મ ભર્યુ
જામનગર 12 લોકસભાનાં ભાજપના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ વિજય મુહર્તમાં 12: 39 વાગ્યે ફોર્મ ભર્યુ છે . રાજ્ય સરકારના દંડક જગદીશ મકવાણા હાજર રહ્યા હતા . પોતાના નિવાસ્થાનેથી માતાના આશીર્વાદ લીધા બાદ પૂનમબેન માડમ ફોર્મ ભર્યું હતું . નિવાસ્થાનેથી મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા બાદ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ચીમનભાઈ સાપરીયા , ધારાસભ્ય રિવાબા જાડેજા, વસુબેન ત્રિવેદી સહીતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા .