લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારો એકબાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ગુજરાતની જનતાની જેના પર મીટ મંડાઈ છે, તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે અમદાવાદના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અલગ-અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો એકબાદ એક ઉમેદવારી નોંધાવી રહ્યાં છે.
રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું
રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું.સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા 11.5 કરોડ રૂપિયા જંગમ મિલકત હોવાનું જણાવ્યું. વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ હોવાનું દર્શાવ્યું. BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું. હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું. કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું.
જૂનાગઢ – ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ નામાંકન પત્ર ભર્યું છે . જૂનાગઢમાં રેલી અને સભા બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું .
નામાંકન કાર્યક્રમમાં જૂનાગઢ ગીર સોમનાથના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું .
શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી
શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ નિવેદન આપ્યું હતું . 5 લાખથી વધુ ની લીડથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .તમામ વિસ્તારના લોકોનો અપાર સ્નેહ પ્રચાર દરમ્યાન જોવા મળ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશનું નામ વિશ્વના ફલક પર પ્રસ્થાપિત કર્યું છે.ભારત ને વિકાસશીલ દેશ બનાવી આત્મનિર્ભર તરફ આગળ લઈ જઈ રહ્યા છે.સાબરકાઠાના સૌ મતદારો આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા કટિબદ્ધ છે .
બીજેપીના ઉમેદવાર જશુ રાઠવાએ નામાંકન દાખલ કર્યું
બીજેપીના ઉમેદવાર જશુ રાઠવાએ નામાંકન દાખલ કર્યું છે.વિશાળ રેલી યોજી જિલ્લા સેવા સદન ખાતે પહોચી ઉમેદવારી પત્ર ભર્યું હતું .ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ટીમલીનો આનંદ માણી ઉજવણી કરી હતી . કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાયો હતો. વિશાળ જન મેદની ઉમટી હતી .
ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભર્યું
ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા રવાના થયા હતા . નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા . ભાવનગર શહેર ના એ.વી.સ્કૂલ મેદાન માં ભાજપની સભા યોજાયી હતી . સભા બાદ નિમુબેન કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયાની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું .
કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ યોજ્યો રોડ શો
કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રોડ શો યોજ્યો હતો.પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા . વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ રોડ શો માં જોડાયા હતા . મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા . કચ્છી કોયલ ગીતા રબારી, ગાયક ઉમેશ બારોટ અને લોકસાહિત્યકાર પિયુષ ગઢવી પણ રોડ શોમાં જોડાયા હતા .
ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ફોર્મ ભર્યું
નડિયાદ શહેરમાં આવેલ ઇપ્કોવાલા હોલ ના ગ્રાઉન્ડમાં પહેલા જંગી સભાને સંબોધિત કરી હતી .ભવ્ય બાઇક રેલી અને રોડ શો સાથે તેઓ ફોર્મ ભરવા જિલ્લા કલેકટર કચેરી ગયા હતા .આ કાર્યક્રમમાં ખેડા લોકસભામાં આવતી સાત વિધાનસભામાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી .જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .
સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલએ ઉમેદવારી ફોર્મ ભર્યું
રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારબાદ આજથી સત્તાવાર રીતે જે તે પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રાજ્યભરમાં ભરવામાં આવ્યા હતા. સુરત લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.