કાર્યકર્તા સંમેલનમાં માનવ મહેરામણ ઉમટયું: સ્વ. હેમંતભાઈ માડમના ખંભાળીયા સાથેના સંબંધો તાજા કર્યા: પુનમબેન ભાવુક થયા

ખંભાળીયા શહેર તથા તાલુકાના બજાણા, ધરમપૂર, હર્ષદપૂર, વાડીનાર વિ. વિસ્તારોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પુનમબેન માડમની સતાઓ તથા કાર્યકર્તા સંમેલનમાં લોકો સ્વયંભૂ ઉમટી પડયા હતા. સલાયા ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો તથા હિન્દુભાઈઓ મતદારો ઉમટી પડયા હતા.વિશાળ જનસંખ્યા સાથે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં બોલતા મુસ્લીમ અગ્રણી કારાબાપુએ ભાજપના સુશાસન તથાવિકાસ તથા સમાજને ફાયદાની વાતો ઉદાહરણ સાથે કરી હતી.IMG 20190416 WA0035

સલાયામાં પ્રવચન કરતા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ગળગળા થઈ ગયા હતા તથા તેમણે સલાયાના સમાજ સાથે તેમના પેઢીઓ જૂના સંબંધો તથા સલાયાની જનતા તેમનાપિતા સ્વ. હેમતભાઈ માડમની ચૂંટણીમાં ખોબલા ભરી મત દેતા હતા તે યાદો તાજી કરી હતી તથા હાલનો સલાયાનો વિકાસ ભાજપના સુશાસનની દેન હોવાનું જણાવીને નવા ભારતના વિચાર સાથે જોડાયેલા નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી ભારતમાં તેમને મત આપીને જોડાવા અપીલ કરી હતી તથા સલાયા પાલીકાના સદસ્યોને વડાપ્રધાન સાથે કુટુંબના સભ્યોની જેમ તેમણે કરાવેલી મુલાકાત પણ યાદ કરી હતી તથા સલાયાના વિકાસ માટે કેન્દ્ર તથા રાજય સરકારનો હંમેશ સહયોગ મળતો રહેશે. તેવી ખાતરી આપી હતી.IMG 20190416 WA0039

સલાયાના કોઈપણ પ્રશ્ર્ન માટે તેમણે તત્પરતા બતાવી હતી તથા વિકાસ કાર્યોનો લાભ સલાયાને મળતો રહેશે તથા તેમના પિતાના સમયથી સલાયા તેમના કુટુંબને સાથ આપતું રહ્યું છે. તેનો આભાર પણ માન્યો હતો. સલાયાના ઈતિહાસમા ભાજપની આવી મહાસભા અનોખી થઈ હોય ઉત્સાહથી ભાગ લઈને સ્વયંભૂ રીતે જોડાવા બદલ તમામ લોકોનો આભાર માનીને છેવાડાના આ વિસ્તારને કેન્દ્રના વિકાસકાર્યોમાં અવ્વલ નંબરે લાવવા માટેની તેમની મહેનત છે. અને રહેશે તથા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકશાહીના પર્વને ઉજવવા બદલ આભાર માની ને સલાયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતુ.

સલાયાના આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી શ્રી મુળુભાઈ બેરા, ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, ભાજપ જિલ્લા પ્રમુખ કાળુભાઈ ચાવડા, સલાયા અગ્રણીઓ પૂર્વ પાલીકા પ્રમુખ સાલેમામદભાઈ ભગાડ, સલીમભાઈ કારાભાઈ અજીજભાઈ, કડીયારા, અબ્બાસભાઈ અમદાવાદી, ભરતભાઈ લાલ રઘુવંશી અગ્રણી મહેન્દ્રભાઈ કાનાણી, રવિરાજસિંહ જાડેજા, અનિલભાઈ તન્ના, કિરીટભાઈ ખેતીયા, ભરતભાઈ ચાવડા, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, પૂર્વ તા. પં. પ્રમુખ મશરીભાઈ નંદાણીયા યાર્ડ પ્રમુખ પી.એસ. જાડેજા, વિ. જોડાયા હતા.સલાયામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી મહાસભાથી ભારે ઉત્સાહનું વાતાવરણ ભાજપ છાવણીમાં ઉભુ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.