આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી અને બન્ને પક્ષોએ જીતના દવા કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની ૬૬-ટંકારા વિધાનસભા બેઠક માટે આજે સવારે મોરબીથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ અસંખ્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં ટંકારા પહોંચ્યા હતા અને ટેકેદારો સાથે વાજતે ગાજતે આ બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી.
તો બીજી તરફ ગઈકાલે મોડીરાત્રે મોરબી જિલ્લાના કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોના નામ નક્કી થઈ જતા આજે ૬૬-ટંકારા બેઠક માટે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ વિશાળ ટેકેદાર વર્ગ સાથે ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે વિધિવત રીતે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં પાટીદાર પ્રભુત્વવાળી ટંકારા બેઠક ઉપર આ ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળશે કારણે કે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોને મેદાન ઉતર્યા છે.