ભાજપ માટે સત્તા સાધન નહીં પરંતુ સેવાનું માધ્યમ, નીતિન રામાણીની જીત નિશ્ચિત: કમલેશ મિરાણીને અડિખમ વિશ્વાસ
વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ યોજાનારી પેટાચુંટણી માટે આજે ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણીએ વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ રજુ કરતાં કેસરીયો માહોલ રચાયો હતો. ભાજપ માટે સતા એ સાધન નહીં પરંતુ સેવાનું માધ્યમ છે અને નીતિનભાઈની જીત નિશ્ચિત છે તેઓ વિશ્વાસ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ વ્યકત કર્યો હતો.
ઉમેદવારી ફોર્મ રજુ કરતા પૂર્વે ભાજપના સતાવાર ઉમેદવાર નીતિનભાઈ રામાણીએ બહુમાળી ભવન સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, વોર્ડની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો મારો નિરધાર છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો હલ કરવા એ અમારો જીવનમંત્ર છે. ભાજપના કાર્યકર્તા માટે સતા એ કોઈ સાધન નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. આજે જયારે ભાજપના ઉમેદવાર તરીકે નીતિનભાઈ રામાણીએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યું ત્યારે શહેરના તમામ ૧૮ વોર્ડના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટી પડતા માહોલ કેસરીયો બની ગયો હતો.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભાર્દ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, કાશ્મીરાબેન નથવાણી, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, કેતન પટેલ, સંગીતાબેન છાયા, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, દીવ્યરાજસિંહ ગોહિલ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકિયા, જયોત્સનાબેન હળવદીયા, રાજુભાઈ બોરીચા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, હસુભાઈ ચોવટીયા, યોગેશ ભુવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.