ધારાસભ્ય અને સાંસદ તરીકે સાચા સાથીદાર બની પડખે ઉભા રહેનાર મોહનભાઈને ફરી વિજયનો કોલ આપતા પડધરીવાસીઓ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પડધરીમાં પદયાત્રા યોજી હતી. જેમાં તેઓને એક-એક શેરી-ગલીમાં પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું હતું. અગાઉ ધારાસભ્ય હતા ત્યારે અને હાલ સંસદ સભ્ય છે ત્યારે પણ એક સાચા લોકસેવક અને સાથીદાર બની પડખે ઉભા રહેનાર મોહનભાઈને ફરી વિજયની વરમાળા પહેરાવવા પડધરીવાસીઓએ કોલ આપી દીધો હોય તેવો સુખદ માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર-પ્રસાર ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ પડધરીમાં પદયાત્રા યોજી હતી જયાં તેઓને જોરદાર સમર્થન મળ્યું હતું. એક-એક શેરી-ગલીઓમાં લોકોએ મોહનભાઈને હોંશભેર આવકાર્યા હતા અને અઢારેય આલમના લોકો તેઓની બાજુમાં ઉભા છે.IMG 20190418 WA0010

તેવું વચન આપ્યું હતું. અગાઉ જયારે મોહનભાઈ ધારાસભ્ય હતા ત્યારે પણ લોકોના દુ:ખે દુ:ખી અને લોકોના સુખે સુખી થતા હતા હવે જયારે તેઓ દિલ્હી પહોંચી ગયા છે ત્યારે પણ લોકોની સમસ્યા દુર કરવામાં કયારેય પાછી પાની કરતા નથી. એક ખરા લોકસેવક ઉપરાંત સાચા સાથીદારને ફરી વિજયની વરમાળા પહેરાવવા માટે પડધરીના લોકોમાં સ્વયંભુ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોહનભાઈને ઠેર-ઠેર હારતોરા કરી મીઠાઈઓ ખવડાવી અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો. જાણે મોહનભાઈ બીજી વખત લોકસભાની ચુંટણી જીતીને પડધરીમાં વિજય સરઘસ કાઢયું હોય તેવું લાગતું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.