Table of Contents

અમરેલી લોકસભા બેઠક પર આજે ફરીથી ભાજપે જીત મેળવી છે. અમરેલીના  ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ  3,19,094 મતની લીડથી જીત મેળવી  હતી. અમરેલી લોકસભા બેઠકમાં  ભાજપના ભરત સુતરીયા અને  કોંગ્રેસના  જેનીબેન ઠુંમર વચ્ચે જંગ જામી હતી 20 રાઉન્ડની ગણતરી થઈ હતી. અમરેલીમાં  ભરત સુતરીયાએ    લીડથી જીત મેળવી છે.

અમરેલી લોકસભા બેઠક 08 ઉમેદવાર

1          રાવજીભાઈ ચૌહાણ….બસપા

2          જેની ઠુમ્મર  …..કોંગ્રેસ

3          ભરતભાઈ સુતરિયા  …..ભાજપા

4          વિક્રમભાઈ સંખત…..ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી

5          પ્રિતેશ ચૌહાણ  …..અપક્ષ

6          પૂંજાભાઈ ડાફડા  …..અપક્ષ

7          બાવકુભાઈ વાળા …..અપક્ષ

8          ભાવેશભાઈ રંક  …..અપક્ષ

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાનો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 2,01,431 મતોથી વિજય થયો હતો. નારણ કાછડીયાને 58.19 ટકા અને પરેશ ધાનાણીને 36.03 ટકા વોટ મળ્યા હતા.

અમરેલી લોકસભા સીટ પર 50.29 ટકા મતદાન

અમરેલી લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. અમરેલીમાં કુલ 50.29 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો અમરેલીમાં 49.05 ટકા, ધારીમાં 46.09 ટકા, ગારીયાધરમાં 47.44 ટકા, લાઠીમાં 50.45 ટકા, મહુઆમાં 58.06 ટકા, રાજુલામાં 52.43 ટકા અને સાવરકુંડલામાં 47.00 ટકા મતદાન નોંધાયું હતું.

લોકસભા ચૂંટણી અમરેલી બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1957 – જયાબેન શાહ …. કોંગ્રેસ

1962 – જયાબેન શાહ…. કોંગ્રેસ

1967 – જયાબેન શાહ …. કોંગ્રેસ

1971 – જીવરાજ મહેતા….. કોંગ્રેસ

1977 – દ્વારકાદાસ પટેલ ….. કોંગ્રેસ

1980 – નવીનચંદ્ર રાવાની….. કોંગ્રેસ

1984 – નવીનચંદ્ર રાવાની….. કોંગ્રેસ

1989 – મનુભાઈ કોટડીયા ….. જનતાદળ

1991 – દિલીપ સંઘાણી….. ભાજપ

1996 – દિલીપ સંઘાણી ….ભાજપ

1998 – દિલીપ સંઘાણી …..ભાજપ

1999 – દિલીપ સંઘાણી….. ભાજપ

2004 – વીરજીભાઈ ઠુમ્મર ….. કોંગ્રેસ

2009 – નારણ કાછડીયા….. ભાજપ

2014 – નારણ કાછડીયા….. ભાજપ

2019 – નારણ કાછડીયા …..ભાજપ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.