• પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અંતિમ કારોબારી બેઠક: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહેશે
  • લોકસભાની ચૂંટણીના પરિણામોનું મનોમંથન ઉપરાંત અનેક ઠરાવ પસાર કરાશે

ગુજરાત પ્રદેશ ભાજપની આગામી 4 અને 5 જુલાઇના રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે અક્ષર પુરૂષોત્તમ સ્વામિ નારાયણ મંદિર ખાતે વિસ્તૃત પ્રદેશ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અથવા પ્રદેશ ભાજપના નવા અથવા કાર્યવાહી અધ્યક્ષના નામની ઘોષણા થવાની પ્રબળ સંભાવના જણાય રહી છે. કારોબારીમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. સાથોસાથ કેટલાક અગત્યના ઠરાવો પણ પસાર કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સાળંગપુર ખાતે આગામી 4 અને 5 જુલાઇના રોજ સાળંગપુર ખાતે યોજાનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકનો આરંભ 4 જુલાઇના રોજ બપોરે 3 વાગ્યા બાદ થશે અને સમાપન 5 જુલાઇના રોજ સાંજ 5 કલાકે થશે.

કારોબારી બેઠકમાં પક્ષના પ્રદેશ હોદ્ેદારો, તમામ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, તમામ મોરચાના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીઓ, પ્રદેશ વિભાગના સંયોજકો, પ્રદેશ ભાજપની કારોબારીના સભ્યો, આમંત્રિત સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, તમામ જિલ્લા અને મહાનગરોના પ્રભારીઓ, તમામ જિલ્લા અને મહાનગરોના ભાજપના પ્રમુખ તથા મહામંત્રી, ભાજપના લોકસભા તથા રાજ્યસભાના તમામ સાંસદો, તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર, જિલ્લા અને મહાનગરના મંડલના પાર્ટીના પ્રમુખ અપેક્ષીત છે. અપેક્ષીતોને કારોબારી બેઠકમાં આવવાનું આમંત્રણ આપવાની જવાબદારી જિલ્લા અને મહાનગરના પ્રમુખ અને મહામંબીની રહેશે.  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મુદ્ત ગત વર્ષ જ પૂર્ણ થઇ જવા પામી છે. દરમિયાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેઓની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. લોકસભાની ગત ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત નવસારી બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા છે. તેઓને જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હોય તેઓના સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કારોબારીમાં કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. હાલ ફૂલ ફ્લેજ પ્રમુખ નિમવામાં ન આવે તો કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. જેના માટે રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા અથવા ડો.ભરત બોઘરાના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આગામી છ મહિનામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિતની સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા માટે ચૂંટણી યોજાવાની હોય ભાજપ દ્વારા તાત્કાલીક અસરથી પ્રદેશના નવા કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. કારોબારીમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા અને મનોમંથન કરવામાં આવશે. 2014 અને 2019 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક જીતનાર ભાજપનો વિજયરથ આ વખતે બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે રોકી દીધો છે. એક બેઠક ઓછી મળી છે. જે પક્ષ માટે ચિંતાનો વિષય છે. લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે સત્તારૂઢ થવા બદલ નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા ઠરાવ સહિતના કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે.

ઓછા વાહનમાં સાથે આવવુ કાર્યકરોને સાથે ન લાવવા સુચના

સાળંગપુર ખાતે યોજાનારી ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે કેટલાક આદેશો આપવામાં આવ્યા છે. જેમાં અપેક્ષિત શ્રેણી મુજબ જે-તે જિલ્લા અને મહાનગરમાંથી આવતા આગેવાનોએ અરસ-પરસ સંકલન કરી ઓછા વાહન લઇ સામુહિક રિતે આવવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કારોબારી બેઠકમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા માત્ર અપેક્ષીતો પુરતી જ કરવામાં આવી હોય આગેવાનોએ પોતાની સાથે પક્ષના સમર્થકો કે કાર્યકરોને સાથે ન લાવવા પણ કડક તાકીદ કરાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.