એઈમ્સ, એરપોર્ટ, રાજકોટ-દિલ્હી વિમાની સેવા, દુરન્તો એક્સપ્રેસ, સુરેન્દ્રનગર-રાજકોટ બ્રોડગેજ, મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ-અમદાવાદ સિક્સલેન, રાજકોટ-મોરબી ફોરલેન જેવી અનેક સુવિધા રાજકોટ-સૌરાષ્ટ્રને અપાવવામાં મોહનભાઈ કુંડારીયાએ સક્રિય-પ્રશંસનીય ભૂમિકા ભજવી છે

રાજકોટને દેશના અગ્રણીય વિકસિત શહેરની ઓળખ ભાજપનાં રાજમાં મળી, કોંગ્રેસનાં રાજમાં તો રાજકોટ પ્રત્યે ભેદભાવ કરાતો અને આજે ભાજપનાં શાસનમાં રાજકોટ રૂડું-રળીયામણું સ્માર્ટ-ક્લીન સીટી તરીકે સર્વાંગી વિકાસ પામ્યું છે.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના લોકપ્રિય અને ખરા અર્થમાં લોકોના જ ઉમેદવાર એવા મોહનભાઈ કુંડારીયાને વિજયની વરમાળા વધુ એકવાર પહેરાવવા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શહેર ભાજપ હોદ્દેદારો કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ બોરીચા સહિત શહેર જિલ્લા ભાજપનાં અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ફિર એક બાર મોદી સરકારનાં નારા સાથે રાજકોટ લોકસભા બેઠકનાં મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરીને મોહનભાઈ કુંડારીયાને વિક્રમજનક લીડથી વિજયી બનાવવાની અપીલ કરી છે.

શહેર ભાજપનાં પ્રમુખ કમલેશભાઈ મીરાણી મહામંત્રીઓ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા સહિતનાં આગેવાનોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપનાં શાસનમાં રાજકોટનો ખરા અર્થમાં વિકાસ થયો છે. રાજકોટ-સૌરાષ્ટ્રને એઈમ્સ, એરપોર્ટ, રાજકોટ-દિલ્હી વિમાની સેવા, દુરાન્તો એક્સપ્રેસ, સુરેન્દ્રનગર-રાજકોટ બ્રોડગેજ, મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ-અમદાવાદ સિક્સલેન, રાજકોટ-મોરબી ફોરલેન જેવી અનેક સુવિધા અપાવવામાં મોહનભાઈ કુંડારીયાએ સક્રિય-સરહાનીય ભૂમિકા ભજવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટને રળીયામળા-સુંદર શહેરની ઓળખ ભાજપનાં રાજમાં મળી છે.

કોંગ્રેસનાં રાજમાં તો રાજકોટ સુવિધા વિહોણું કહેવાતું હતું અને આજે ભાજપનાં શાસનમાં રાજકોટ રૂડું-રણીયામણું સ્માર્ટ-ક્લીન સીટી તરીકે સર્વાંગી વિકાસ પામ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસનાં ભ્રષ્ટાચારી શાસનનાં રાજકોટ અને આજનાં ભાજપનાં વિકાસશીલ રાજકોટમાં જમીન-આસમાનનો ફર્ક છે. દેશમાં સ્થિર સરકાર અપાવવા માટે વડાપ્રધાન પદે ગુજરાતના પોતાના પુત્ર નરેન્દ્રભાઈને જ સત્તાનું સૂકાન સોપવું પડશે અને આ માટે રાજકોટ લોકસભાની બેઠક સહિત ગુજરાતની તમામ બેઠક ઉપર ભાજપનો ભગવો ફરકાવવો જરૂરી છે. ભાજપના ઉમેદવારોને માત્ર વિજય જ નહીં જ્વલંત વિજય અપાવવા રાજકોટ લોકસભા બેઠકનાં તમામ મતદારોને વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર ઉમટી પડવા રાજકોટ શહેર ભાજપનાં હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.