કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓ નિમાયા: દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોન માટે ટૂંકમાં પ્રભારીઓ નિમાશે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિરોધીઓને તમામ મોરચે મ્હાત કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે. સંગઠનને મજબૂત બનાવવા માટે સદસ્યતા અભિયાન શરૂ કરાયુ છે. દરમિયાન ગઇકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરી છે. ટૂંકમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠક માટે પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કચ્છની અબડાસા બેઠક માટે દશરથસિંહ સોલંકી, માંડવી માટે વસંતભાઇ પુરોહિત, ભૂજ માટે ડો.સંજય દેસાઇ, અંજાર માટે મગનભાઇ માળી, ગાંધીધામ માટે ઉમેદદાન ગઢવી અને રાપર બેઠક દેવજીભાઇ વરચંદ, બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક માટે આશિષભાઇ દવે, થરાદ માટે પંકજભાઇ મહેતા, ધાનેરા માટે નરેશભાઇ બારોટ, દાંતા માટે અશોકભાઇ ચૌધરી, વડગામ માટે રાજેશભાઇ પંચાલ, પાલનપુર માટે ડો.રાજુલબેન દેસાઇ, ડીસા માટે બાબુભાઇ ચૌધરી, દિયોદર માટે બિપીનભાઇ ઓઝા, કાંકરેજ માટે મહેન્દ્રસિંહ રાણા, પાટણ જિલ્લાની રાધનપુર બેઠક માટે અશોકભાઇ જોશી, ચાણસ્મા બેઠક માટે હરેશભાઇ ચૌધરી, પાટણ બેઠક માટે જયશ્રીબેન પટેલ, સિધ્ધપુર બેઠક માટે રાણાભાઇ દેસાઇ, મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક માટે નૈલેષભાઇ શાહ, ઉંઝા માટે કૃણાલભાઇ ભટ્ટ, વિસનગર માટે રમેશભાઇ દેસાઇ, બેચરાજી માટે ભારતસિંહ ભટેસરિયા, કડી બેઠક માટે રમેશભાઇ ઠક્કર, મહેસાણા બેઠક માટે સ્નેહલભાઇ પટેલ, વિજાપુર બેઠક માટે હિતેન્દ્રભાઇ પટેલ, સાંબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક ભરતભાઇ ગોંડલીયા, ઇડર બેઠક માટે રોહિતભાઇ પટેલ, ખેડબ્રહ્મા બેઠક માટે ગજેન્દ્રભાઇ સક્સેના, અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક માટે તખતસિંહ હડિપોલ, મોડાસા માટે રાજુભાઇ શુક્લા, બાયડ માટે હર્ષદભાઇ પટેલ, પ્રાંતીજ માટે વિનોદભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક માટે એચ.એમ.પટેલ, ગાંધીનગર દક્ષિણ માટે ગિરિધરસિંહ શેખાવત, ગાંધીનગર ઉત્તર માટે જતીનભાઇ પટેલ, માણસા બેઠક માટે અમૃતભાઇ દવે, કલોક બેઠક માટે ડો.ઋત્વિજ પટેલ, અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક માટે પ્રિતેશ મહેતા, સાણંદ માટે ગિરીશભાઇ ચૌધરી, ઘાટલોડીયા માટે ડો.અનીલ પટેલ, વેજલપુર બીપીનભાઇ સિક્કા, વટવા માટે દિનેશભાઇ મકવાણા, એલીસબ્રિજ માટે મધુબેન પટેલ, નારણપુરા રશ્મીકાંત શાહ, નિકોલ માટે કમલેશભાઇ પટેલ, નરોડા માટે કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, ઠક્કરબાપાનગર બેઠક માટે નયનભાઇ બ્રહ્મભટ્ટ, બાપુનગર માટે ડો.વિષ્ણુભાઇ પટેલ, અમરાઇવાડી માટે જીજ્ઞેશભાઇ પંડ્યા, દરિયાપુર માટે રણછોડભાઇ રથવી, જમાલપુર-ખડિયા માટે પ્રવિણભાઇ પંડ્યા, મણીનગર માટે વલ્લભભાઇ પટેલ, દાણી લીમડા માટે પ્રવિણભાઇ પટેલ, સાબરમતી માટે બિપીનભાઇ પટેલ, અસારવા માટે મનિષભાઇ પટેલ જ્યારે અમદાવાદ જિલ્લાની દસક્રોઇ બેઠક માટે રાજેન્દ્રસિંહ સોલંકી, ધોળકા બેઠક માટે નાજાભાઇ ધાંધર અને ધંધુકા વિધાનસભા બેઠક માટે કનુભાઇ પરમારની નિમણૂંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભાની 123 બેઠકો માટે પ્રભારી ઓની નિમણૂંક કરવામાં આવશે.