રાજકોટ લોકસભા બેઠક માટે નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકરની નિરીક્ષક તરીકે નિમણુંક: ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન ૨૬ બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા નિરીક્ષકો લેશે સેન્સ
લોકસભાની ચુંટણીની તારીખનું એલાન કરવાની સાથે જ ભાજપે ચુંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપે બેઠક વાઈઝ ૩-૩ નિરીક્ષકોની પેનલના નામો આજે જાહેર કર્યા છે. આગામી ગુરુવારથી સતત ૩ દિવસ સુધી નિરીક્ષકો દ્વારા ૨૬ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા આજે લોકસભાની ૨૬ બેઠકો માટે ૩-૩ નિરીક્ષકના નામની પેનલ જાહેર કરવામાં આવી છે જે નિરીક્ષકફભો ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન જે-તે લોકસભામાં જઈને ઉમેદવાર અંગે કાર્યકર્તાના અભિપ્રાય અને સુચન લેશે. દરમિયાન ૧૭ થી ૧૯ માર્ચ ગુજરાતની ચુંટણી સમિતિમાં આ અહેવાલ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે ત્યારબાદ ચુંટણી સમિતિ આ અહેવાલ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરશે.
તેઓએ ઉમેર્યું હતું કે, કચ્છ બેઠક માટે રણછોડભાઈ રબારી, બીપીનભાઈ દવે, વસુબેન ત્રિવેદી, બનાસકાંઠા બેઠક માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડયા, કૌશલ્યા કુંવરબા, પાટણ બેઠક માટે આઈ.કે.જાડેજા, મયંક નાયક, વર્ષાબેન દોશી, મહેસાણા બેઠક માટે દિલીપજી ઠાકોર, જગદીશ પટેલ, વિભાવરીબેન દવે, સાબરકાંઠા બેઠક માટે પ્રદિપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા, નવકાબેન પ્રજાપતિ, ગાંધીનગર બેઠક માટે પૃથ્વીરાજ પટેલ, નટુજી ઠાકોર, નિમાબેન આચાર્ય, અમદાવાદ પૂર્વ માટે શંકર ચૌધરી,ડો.જીવરાજ ચૌહાણ, અસ્મિતાબેન સિરોયા, અમદાવાદ પશ્ચિમ બેઠક માટે શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાલકૃષ્ણ શુકલ, નયનાબેન પટેલ, સુરેન્દ્રનગર બેઠક માટે સૌરભ પટેલ, નિતીન ભારદ્વાજ, જશુમતીબેન કોરાટ, રાજકોટ બેઠક માટે નર હરી અમીન, બાબુભાઈ જેબલીયા, જયાબેન ઠકકર, પોરબંદર બેઠક માટે શંભુનાથજી ટુંડીયા, રમેશભાઈ મુંગરા, આદ્યશકિતબેન મજમુદાર, જામનગર બેઠક માટે મનસુખ માંડવીયા, રમણલાલ વોરા, બીનાબેન આચાર્ય, જુનાગઢ બેઠક માટે ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ ‚પાપરા, અમીબેન પરીખ, અમરેલી બેઠક માટે આર.સી.ફળદુ, જયંતીભાઈ કવાડિયા, નીમાબેન બાંભણીયા, ભાવનગર બેઠક માટે મુળુભાઈ બેરા, મહેશભાઈ કશવાલા, ભાનુબેન બાબરીયા, આણંદ બેઠક માટે ભરતભાઈ પંડયા, જયદ્રથસિંહ પરમાર, મધુબેન પટેલ, ખેડા બેઠક માટે ભાર્ગવ ભટ્ટ, જયસિંહ ચૌહાણ, જાગૃતિબેન પંડયા, પંચમહાલ બેઠક માટે જીતુ સુખડીયા, પરાક્રમસિંહ જાડેજા અને હેમાલી બોઘાવાલા, દાહોદ બેઠક માટે હર્ષદગીરી ગોસાઈ, અમીત ઠાકર, રમીલા બારા, વડોદરા બેઠક માટે જય નારાયણ વ્યાસ, પંકજ દેસાઈ, દર્શના વાઘેલા, છોટા ઉદેપુર બેઠક માટે રમેશ મિસ્ત્રી, કુબેરસિંહ ડિંડોર, મયુરીકાબેન જાદવ, ભ‚ચ બેઠક માટે પ્રદિપસિંહ જાડેજા, પ્રફુલભાઈ પાનસેરીયા, અમિતાબેન પટેલ, બારડોલી બેઠક માટે મંગુભાઈ પટેલ, પુર્ણેશ મોદી, ડો.જયોતીબેન પંડયા, સુરત બેઠક માટે ભરતસિંહ પરમાર, ભરત બારોટ, ભાવનાબેન દવે, નવસારી બેઠક માટે છત્રીસિંહ મોરી, નિરંજન જાંજમેરા, દર્શનાબેન દેશમુખ જયારે વલસાડ બેઠક માટે ગણપતભાઈ વસાવા, વિવેકભાઈ પટેલ અને દર્શમીબેન પોઠીયાની નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે.