લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા મીડિયા ઈન્ચાર્જની નિયુકતી કરવામાં આવી છે. જેઓએ મુખ્ય પ્રદેશ પ્રવકતા યમલભાઈ વ્યાસ, પ્રદેશ ક્ધવીનર યજ્ઞેશભાઈ દવે સાથે સંકલન સાધી કામગીરી કરવાની રહેશે.
ડો.ઋત્વીજ પટેલ, હિતેશ પોચી, શ્રધ્ધાબેન રાજપુત, હેમાંગ પટેલ અને ચંદનબેન પટેલને ઈન્ચાર્જ બનાવાયા: લોકસભા બેઠક વાઈઝ પણ બે ઈન્ચાર્જ રહેશે
મીડિયા ઈન્ચાર્જ તરીકે ડો. ઋત્વિક પટેલ, હિતેશભાઈ પોચી, શ્રધ્ધાબેન રાજપુત, હેમાંગભાઈ પટેલ અને ચંદનબેન પટેલની નિયુકતી કરવામાં આવી છે. આ ઉપરાંત લોકસભાની બેઠક વાઈઝ બે મીડિયા ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. જેમાં કચ્છ બેઠક માટે કિશોરભાઈ મકવાણા અને શૈલેષભાઈ પરમાર, બનાસકાંઠા બેઠક માટે ઉર્વીસ કંથારીયા અને રાજુભાઈ ભટ્ટ, પાટણ બેઠક માટે લક્ષ્મણસિંહ રાજપુત અને રાજુભાઈ શુકલા, મહેસાણા બેઠક માટે જયરાજસિંહ પરમાર અને પારૂલબેન પટેલ, સાબરકાંઠા બેઠક માટે હિતુભાઈ કાનોડિયા અને શ્રધ્ધાબેન ઝા, ગાંધીનગર બેઠક માટે બિમલભાઈ જોશી અને કલ્પભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ બેઠક માટે હિતેન્દ્રભાઈ પટેલ અને સ્નેહલભાઈ જોશી, અમદાવાદ વેસ્ટ બેઠક માટે રાજનકાબેન કચેરિયા અને નિલેશભાઈ સોલંકી, સુરેન્દ્રનગર બેઠક માટે પ્રેરકભાઈ શાહ અને પ્રશાંતભાઈ પરમાર, રાજકોટ બેઠક માટે રાજુભાઈ ધ્રુવ અને નિલમબેન વ્યાસ, પોરબંદર બેઠક માટે નવીનભાઈ પટેલ અને મૂકેશભાઈ બૂંદેલા, જામનગર બેઠક માટે જયેશભાઈ વ્યાસ અને વાય.કે. ગોહિલ, જૂનાગઢ બેઠક માટે સુરેશભાઈ મુંગકાયા અને તેજશભાઈ ગોરસીયા અમરેલી બેઠક માટે અશ્ર્વીનભાઈ લેન્કર અને હિરેનભાઈ જોશી, ભાવનગર બેઠક માટે સુરેશભાઈ પરમાર અને સાવનભાઈ પંડયા, આણંદ બેઠક માટે સંજીવભાઈ પંચોલી અને રાજુભાઈ દેસાઈ, ખેડા બેઠક માટે કમલેશભાઈ રાજગોર અને ભરતભાઈ દેસાઈ, દાહોદ બેઠક માટે તરૂણભાઈ બારોટ અને વિપૂલભાઈ ઠાકોર, વડોદરા બેઠક માટે વરૂણભાઈ પટેલ અને લીપીબેન ખંધાર, છોટાઉદેપુર બેઠક માટે હિરેન કોટક અને રાકેશભાઈ ગૌસ્વામી, ભરૂચ બેઠક માટે હિંમતભાઈ ભટ્ટ, અને કાર્તિકભાઈ પટેલ, બારડોલી બેઠક માટે ચિરાગભાઈ પટેલ અને શ્ર્વેતાબેન બ્રહ્મભટ્ટ, સુરત બેઠક માટે દિપીકાબેન ચાવડા અને શૈલેષભાઈ શુકલા, નવસારી બેઠક માટે જગદીશ પટેલ અને દિવ્યેશ પાંડે જયારે વલસાડ બેઠક માટે મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાજપ દ્વારા સંજયભાઈ ડુંગણી અને ભાઈકભાઈ બારોટની નિયુકતી કરાય છે.