પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઇ વસાવા અને પ્રદેશ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશીને જવાબદારી
ગુજરાતની રાજયસભાની આગામી ઓગસ્ટ માસમાં ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ ચુંટણી યોજવાની છે. આજે ચુઁટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. વિધાનસભાના સભ્ય સંખ્યા બળ જોતા ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બને તે નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાજપ દ્વારા રાજયસભાની ત્રણ બેઠકો માટે ચુંટણી ઇન્ચાર્જની નિમણુંક કરી દેવામાં આવી છે. આગામી સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જો કે ઉમેદવારો નકકી કરવાની સત્તા પ્રદેશ દ્વારા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આપી દેવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા બે નામ હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
દરમિયાન પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકોની ચુંટણી માટે ત્રણ સીનીયર નેતાઓની ચુંટણી ઇન્ચાર્જ તરીકે વરણી કરવામા આવી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્ય અન રાજય સરકારના પૂર્વ મંત્રી ગણપતભાઇ વસાવા અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશીની ચુંટણી ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે. રાજય સભાના સાંસદ અને વિદેશી મંત્રી એસ.જયશંકર, જાુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાની મુદત આગામી 8મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે.
આગામી ઓગસ્ટ માસમાં ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ ચુંટણી યોજવાની છે. આજે જાહેરનામુ પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. 13મી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારોના નામો નકકી કરવા અથવા પેનલ બનાવવા માટે ભાજપ દ્વારા આગામી 10મી જુલાઇના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરવામાં આવે તે લગભગ નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે. બે બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવશે. હાલ રાજયસભામાં ગુજરાતમાંથી ભાજપે આઠ બેઠકો પૈકી ત્રણ પાટીદારોને ટિકીટ આપી છે.
ક્ષત્રિય સમાજના એકપણ સાંસદ લોકસભા કે રાજયસભામાં નથી. આવામાં ક્ષત્રીય સમાજના એક સીનીયર નેતાને રાજયસભામાં લઇ જવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. આઇ.કે. જાડેજા, પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામો ચર્ચામાં છે આગામી મંગળવારે ભાજપ દ્વારા ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવશે.