અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી, વટવા બેઠક પર બાબુસિંહ જાદવ, મહેમદાવાદમાં અર્જુનસિંહ ચૌહાણ અને સયાંજીગંજ બેઠક પરથી કેયુર રોકડીયાને કમળનું મેન્ડેટ

ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણી માટે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગત મોડી રાતે ઉમેદવારોના નામની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ અલગ 1ર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 178 બેઠકો માટેનામો જાહેર કરી દેવામાં આવ્યા છે. હજી ચાર બેઠકો ઉમેદવારો નકકી કરવા માટે મહામંથન ચાલી રહ્યું છે. ટિકીટ ફાળવણી માટે શિસ્તબઘ્ધ ગણાતા ભાજપના ઘરમાં મોંકાણ મંડાય છે. વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. અસંતુષ્ટોએ ખુલ્લીને બળવો પોકાર્યો છે. કોંગ્રસ દ્વારા પણ હજી 44 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

ભાજપ દ્વારા ગઇકાલે મોડી રાતે ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ઉમેદવારોના નામની ચોથી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 16 રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગજી ઠાકોર, 18- પાટણ વિધાનસભા બેઠક પરથી શ્રીમતિ રાજુલબેન દેસાઇ, ર7- હિંમતનગર વિધાનસભા બેઠક પરથી વી.ડી. ઝાલા, 35- ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર, 36- ગાંધીનગર ઉત્તર બેઠક પરથી શ્રીમતિ રીટાબેન પટેલ, 38- કલોલ વિધાનસભા બેઠક પરથી બકાજી ઠાકોર, 43- વટવા વિધાનસભા બેઠક પરથી બાબુસિંહ જાદવ, 113- પેટલાદ વિધાનસભા બેઠક પરથી કમલેશભાઇ પટેલ, 117- મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણ, 130- ઝાલોદ વિધાનસભા બેઠક પરથી મહેશભાઇ ભુરિયા, 138- જેતપુર-પાળી બેઠક પરથી જયંતિભાઇ રાઠવા અને 142- સંયાજીગંજ વિધાનસભા બેઠક પરથી કેયુરભાઇ રોકડીયાને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે. હજી ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવારો જાહેર થવાના બાકી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા 10મી નવેમ્બરના રોજ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 160 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

જયારે 1રમી નવેમ્બરના રોજ ઉમેદવારોના નામની બીજી યાદીમાં 6 બેઠકો માટે મુરતીયા જાહેર કરાયા હતા. રવિવારે ત્રીજી યાદીમાં માત્ર એક જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પર ચુંટણી લડવાની જીજ્ઞાબેન પંડયા દ્વારા અનિચ્છા વ્યકત કરવામાં આવતા તેઓના સાથે જગદીશભાઇ મકવાણાના નામની ધોષણા કરવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે મોડીરાતે ચોથી યાદીમાં 1ર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. હવે માત્ર ચાર બેઠકો માટે જ ઉમેદવાર જાહેર કરાયા છે.

પ્રથમ તબકકામાં મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ર્પૂ થઇ જવા પામી છે. જયારે બીજા તબકકાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી ગુરુવારે પૂર્ણ થઇ રહી હોય આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વરા બાકી રહેતી બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવાશે.

માંજલપુર, ખેડા, ખેરાલુ અને માણસાં બેઠક માટે ભાજપના ઉમેદવારો નથી થયા ફાઇનલ

ગુજરાત વિધાનસભાની 182બેઠકો પૈકી સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા અલગ અલગ ચાર યાદીમાં 178 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. માત્ર ચાર બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરવામાં બાકી છે જેમાં માંજલપુર બેઠક, ખેડા બેઠક, ખેરાલુ બેઠક અને માણસા બેઠકનો સમાવેશ થાય છે. પ્રથમ યાદીમાં 160 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયાહતા. દરમિયાન રર બેઠકો પર થોડા ઘણા અંશે અસંતોષ જેવો માહોલ હોવાના કારણે ઉમેદવારો ધોષીત કરાયા ન હતા. હવે 178 બેઠકો માટે ઉમેદવાર ધોષીત કરી દેવામાં આવ્યા છે. જો કે ચાર બેઠકો માટે હજી મૂરતીયા ફાઇનલ થયા નથી. જેના માટે હાઇકમાન્ડ દ્વારા મનોમંથન ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.