11 વોર્ડ પૈકી 10 વોર્ડ માટે ઉમેદવારો જાહેર: વોર્ડ નં.6મા કોકડુ ગુંચવાયેલુ
આગામી 18મી એપ્રીલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. શહેરના 11 વોર્ડની 10 વોર્ડ માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે વોર્ડનં.6 માટે હજી કોકડુ ગુંચવાયેલું છે. આજે ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્ર્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશ બાદ ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં વોર્ડ નં.1 માટે મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકોર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલ વોર્ડ નં.2 માટે પારૂલબેન ભુપતજી ઠાકોર, અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા અને દિલીપસિંહ પૃથ્વીસિંહ વાઘેલા વોર્ડ નં.3 માટે સોનાલીબેન ઉરેનભાઈ પટેલ, દિપીકાબેન સવજીભાઈ સોલંકી, ભરતભાઈમંજીભાઈ ગોહિલ અને સંજીવ અંબરીશ મહેતા વોર્ડનં.4 માટે સવિતાબેન હેમતાજી ઠાકોર, દક્ષાબેન વિક્રમજી ઠાકોર, ભરતભાઈશંકરભાઈદિક્ષીત અને જસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલા વોર્ડ નં.5 માટે કૈલાસબેન ગુણવંતભાઈસુતરીયા, હેમાબેન મંથનભાઈ ભટ્ટ, પદમસિંહ ચૌહાણ અને કિંજલકુમાર દશરથભાઈ પટેલ વોર્ડ નં.7 માટે કિંજલબેન દિનેશજી ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને પ્રેમલસિંહ પુંજાજી ગોલ, વોર્ડ નં.8 માટે ઉષાબેન વિષ્ણુજી ઠાકોર, છશયાબેન કાંતીલાલ ત્રિવેદી, હિતેશભાઈ પુનમભાઈ મકવાણા અને રાજેશકુમાર સવજીભાઈ પટેલ વોર્ડ નં.9 માટે અલ્પાબેન કૌશિકભાઈ પટેલ, શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી, રાજુભાઈ શંકરભાઈ પટેલ અને ડો. સંકેતભાઈ રમેશભાઈ પંચાસરા વોર્ડ નં.10 માટે, તેજલબેન યોગેશભાઈ નાયી, મીરાબેન મીનેશકુમાર પટેલ, પોપટજી હેમતજી ગોહિલ અને મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ (દાસ) જયારે વોર્ડ નં. 11 માટે સેજલબેન કનુભાઈ પરમાર, ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, માણેકજી ખોડાજી ઠાકોર અને જશવંતલાલ અંબાલાલ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી છે.વોર્ડ નં.6 માટે હજી ઉમેદવારોનાં નામો જાહેર કરી શકાયા નથી સંભવત:જે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરી દેશે. આજે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.