પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સમાવેશ
આગામી૨૦૧૭ની વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રદેશ ચુંટણી સમિતિ, ચુંટણી કેમ્પેઈન સમિતિ, શિસ્ત સમિતિ અને ચુંટણી સંકલ્પપત્ર સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ૬ઠ્ઠી એપ્રીલના રોજ ભાજપ દ્વારા ૩૮માં સપના દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી નવસારી અને પ્રદેશ પ્રમુખ વાઘાણી વડોદરા ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે.
ભાજપ પ્રદેશ ચુંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ના સભ્યોની યાદીમાં કુલ ૧૪ સભ્યોના નામ જાહેર યા છે. જેમાં જીતુ વાઘાણી, વિજય રૂપાણી, નિતીન પટેલ, આનંદીબેન પટેલ, પરસોત્તમ રૂપાલા, આર. સી. ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંગુભાઈ પટેલ, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર, રાજેશ ચુડાસમા, કાનાજી ઠાકોર તેમજ શંભૂપ્રસાદ ટુંડિયાનો સમાવેશ ાય છે. ભાજપ પ્રદેશ ચુંટણી કેમ્પેઈન સમિતિના ઈન્ચાર્જ તરીકે કૌષિક પટેલને જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ શિસ્ત સમિતિમાં પૂષ્પદાન ગઢવી, ઝવેર ચાવડા તેમજ ભરત બારોટનો સમાવેશ કરાયો છે.
ભાજપની પ્રદેશ ચુંટણી સંકલ્પપત્ર સમિતિમાં કૂલ ૧૪ સભ્યોમાં ભરત ગરીવાલાને ક્ધવીનરની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી, ભાવનાબેન દવે, ભરત પંડ્યા, જયનારાયણ વ્યાસ, મોતિસિંહ વસાવા, અમોહ શાહ, ભરત કાનાબાર, હર્ષદ પટેલ, ભરત ડાંગર, જગદીશ ભાવસાર, યમલ વ્યાસ દેમજ રશ્મિભાઈ પટેલનો સમાવેશ ાય છે.