વડાપ્રધાને સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્રથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે: ભુપેન્દ્રભાઇ પટેલ
ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં તેમજ ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજીની અને મોરચના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયા, મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુડિયા,રાજયના મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. યુવા જોડો અભિયાન માટે 8980 014 014 નંબર જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયાજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે 14મી એપ્રિલના દિવસે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વરા યુવા જોડો અભિયાનની શુરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી સવા લાખ યુવાનોને જોડવામાટેનો સંકલ્પ ભાજપના કાર્યકરોએ કર્યો છે. વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન બન્યા પછી પણ અનુસૂચિત જાતિ સમાજના બાળકોને મદદ મળે તે માટે અનેક યોજનાઓ સમર્પિત કરી છે અને ગુજરાત સરકારે પણ અનેક નિર્ણયો અને યોજના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દરેક વ્યકિતને લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે તેની સાથે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીએ સમાજના આગેવાનોને મળીને સમાજની સમસ્યાઓ જાણીને તેની ચર્ચા કેન્દ્ર અને રાજય સ્તરે કરી છે જેના સારા પરિણામ આપણને મળ્યા છે. 11 જેટલી અનુસૂચિત જાતિની રિઝર્વ સિટમાં 10 જેટલી બેઠકો જીતી શક્યા છીએ તે દર્શાવે છે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ મોરચાના તમામ મતદાર ભાઇ-બહેનો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર અને રાજયમાં શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં સંતુષ્ટ છે. અનુસૂચિત જાતિ સમાજ ઘણા વિશ્વાસ સાથે ભાજપ સાથે જોડાયેલો છે.
મુખ્યમંત્રી જણાવ્યું કે, આજે ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન. બાબા સાહેબ આંબેડકરજીએ દેશને એક બનો,શિક્ષિત બનો,સંગઠીત બનવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ સૌનો સાથ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ ના મંત્રથી એક ભારત,શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ સાકાર કરવા યુવાનો મજબૂત પાયો છે. ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રની દરેક યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચન કર્યુ છે. અંતમાં યુવા જોડો અભિયાન સફળ બને તેવી કાર્યકરોને શુભેચ્છા.
આ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વપ્નોને પુરો કરવા આજે યુવા જોડો અભિયાનનો પ્રારંભ થયો છે. આપણે એ ભારતના નાગરીક છીએ કે જ્યા ડો.બાબા સાહેબ આંબેડકરજી જેવા વ્યક્તિઓએ જન્મ લીધો છે. આ દેશમાં દલિત, આદિવાસી યુવાનોને ભ્રમિત કરવા ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરજીએ સામાજીક અન્યાય સામે સંઘર્ષ કર્યો છે તેનાથી પ્રેરણા લેવી જોઇએ.આજે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનોએ બાબા સાહેબની તસ્વીર લઇને ભડકાવવાનું અને ગાળો આપવાનું કામ કરે છે તેને બાબા સાહેબ આબંડકરજીએ ભારતના સંવિધાનમાં ગુન્હો ગણાવ્યો છે. બાબા સાહેબે દેશની એકતા અને અંખડતા અને આર્થિક રિતે બરાબરી લાવવા ઘણો સંઘર્ષ કર્યો છે.
ગૌતમભાઇ ગેડિયાએ જણાવ્યું હતું, કે, ભારતીય જનતા પાર્ટી ખાલી રાજનીતીનો વિષય નથી પરંતુ ભાજપ એ અંખડ ભારતનું અભિયાન છે. આખા દેશમાંથી ગુજરાત રાજયએ સંકલ્પ કર્યો છે કે, ડો.બાબા સાહેબ આબેડકરજીને તેમની જન્યજંયતીએ 14 એપ્રિલથી 5 મે સુધી યુવા જોડો અભિયાન કરી સવા લાખથી વધુ યુવાનોને જોડી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.