વિવિધ ગામોનાં 500થી વધુ પ્રેકિટસીંગ એડવોકેટનો સંપર્ક કરી સંગઠનને વધુ મજબુત કરાવ્યું
રાષ્ટ્રીય વિચારધારાને વરેલી અને લોકશાહી તબે ચાલતી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં જ લીગલ સેલના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઈ દેસાઈની વરણી થયેલી છે. તેમણે વરણી થતા ની સાથે જ જાહેરાત કરી હતી કે સતત પ્રવાસ કરી અને સંગઠનને મજબૂત બનાવવાનું છે. તે ભાગરૂપે આજરોજ પોરબંદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને ગોંડલના આશરે 500 થી વધારે પ્રેક્ટિસિંગ એડવોકેટ નો સંપર્ક કરી અને અનિલભાઈ દેસાઈએ સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે ભાર દીધો હતો. અનિલભાઈ દેસાઈના પ્રવાસની સાથે સાથે તેમણે તારીખ 9મી જુલાઈ 2022 અને રવિવારના રાજકોટ બીએપીએસ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબની વકીલો માટેની ખાસ સભા કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ના તમામ બાર એસોસિએશનના વકીલો જોડાવાના છે, તે કાર્યક્રમનું આયોજન અને અહેવાલ કથન કરેલું. તમામ લોકોને સાથે આપેલ લિંકમાં રજીસ્ટ્રેશન કરી અને વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લઈ અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે આગ્રહ કરેલો હતો.
અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સ્વપ્ન નું ભારત બનાવવા માટે અધિવક્તા કે વકીલોનું વિશેષ યોગદાન રહેવાનું છે અને આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું અમૂલ્ય માર્ગદર્શન મળવાનું છે. આતકે પોરબંદર થી એડવોકેટ કેતનભાઇ ધાણી તથા એડવોકેટ નરસિંહભાઈ મંગળપરા તથા પરાગભાઈ શાહ ધોરાજી થી એડવોકેટ ચંદુભાઈ પટેલ ધીરુભાઈ ઠેસિયા રાજુભાઇ બાલધા અશોકભાઈ બાલદા જયંતીભાઈ કોરાણી વી વઘાસિયા તથા જેતપુરના એડવોકેટ પ્રતિકભાઇ ગાજીપરા એડવોકેટ જનકભાઇ પટેલ મહાવીર ભાઈ પટેલ એડવોકેટ જીતુભાઈ પારગી અને ગોંડલના એડવોકેટ યતિષભાઈ દેસાઈ તથા તમામ સરકારી વકીલોએ અનિલભાઈને નિમણૂંક બદલ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ આપેલા અને તેમના માર્ગદર્શનનો લાભ મેળવે