સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આ માટે ભાજપ સાંસદોને આહવાન કર્યું છે કે તેઓ આ અભિયાનમાં સક્રિય ભાગીદારી કરે જણાવી દઈએ કે, આ સાથે કેશલેશ ટ્રાન્જેકશનોને વેગ આપવા મોદી સરકાર એક મહિનાનો મનોરથ અભિયાન ચલાવવાની છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ કરીને જીલ્લા, તાલુકા હેડ કવાર્ટસને આવરી લેવાય તે માટે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં વિશેષ ચર્ચા કરાઈ હતી.
પાર્ટી નેતાઓએ કહ્યું કે, ભાજપ કાર્યકર્તાઓ ગામ-ગામે જઈને લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રોત્સાહિત કરશે. જણાવી દઈએ કે સ્વચ્છતા અભિયાનની સાથોસાથ બીજેપી કાર્યકર્તાઓ નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્જેકશનોને વેગ આપવા માટે એક મહિનાનો મનોરથ અભિયાન શ‚ કરવાના છે. આ ઉપરાંત, પાર્ટી કાર્યકર્તાઓએ ડો.આંબેડકરની જન્મજયંતિ નિમિતે પેઈન્ટીંગ કોમ્પીટીશન, ઈલોકયુશન કોમ્પીટેશન વગેરેનું આયોજન પણ કર્યું છે.