ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી શરુ થઈ ગઈ છે. આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની સતા કોના હાથમાં છે. સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. તે સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરવામાં આવી છે.
મતગણતરીની શરુઆતમાં જ ભાજપ આગળ છે. ભાજપમાં ભગવો ગુજરાતમાં લહેરાઈ શકે તેવી સંભાવના છે. રાજકોટની પૂર્વ બેઠક પર ભાજપ આગળ છે તો ભાજપની પશ્ચિમ બેઠક પર પણ કેસરિયો આગળ છે. શરૂઆતી રૂજાનમાં દ્વારકાથી પબુભા આગળ છે. વિધાનસભા 69 બેઠક પર ભાજપ ઉમેદવાર ડો.દર્શીતા શાહ આગળ છે.
આપ દ્વારા દ્વારકાથી ઇસૂદાનને ટીકીટ આપવામાં આવી છે. મતગણતરીની શરૂઆતમાં જ દ્વારકાથી આપ એટલે કે ઇસુદાન ગઢવી આગળ છે. જેતપુર બેઠક પર જયેશભાઇ રાદડિયા આગળ છે. જસદણમાં કુંવરજીભાઇ બાવળિયા આગળ છે.