સરકાર ગરીબો, ખેડૂતો અને વંચિતોના વિકાસ માટે સમર્પિત છે, સૌરાષ્ટ્રમાં હવે પાણીનો દુકાળ નહીં પડે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહએ જુનાગઢમાં સૌરાષ્ટ્ર ઝોનના પેઇઝ પ્રમુખ વિજય વિશ્વાસ સમેલનમાં હજારો કાર્યકર્તાઓના ઉત્સાહને વધાવતા જણાવ્યું હતું કે, ગિરનાર અને સિંહની ભૂમિ પરી ભાજપ્ના વિજય વિશ્વાસના બ્યુગલ ફૂંકાયા છે. ગુજરાતની જનતા પણ ભાજપ્ને ૧૫૦ ી વધું બેઠક ભેટ આપીને એક સુવર્ણ અવસરની રાહ જોઇ રહી છે. આ ચુંટણીમાં માત્ર વિજય જ નહીં ાય પરંતુ કોંગ્રેસના જડમુળ ઉખડી જશે.
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેી ઉમટી પડેલા અને ચિક્કાર જનમેદનીનું અભિવાદન ઝીલતા શાહએ કાર્યકરોને સંબોધતા વધુંમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે સરદાર વલ્લભભાઇ પટેલનું નર્મદા ડેમનું સ્વપ્ન સાકાર ન કર્યું અને તેમને તો પાણી વિશે કશુ બોલવાનો અધિકાર ની તેવું હવે તો જનતા કહી રહી છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા કે તુરંત જ નર્મદાના દરવાજાની મંજુરી આપી તો કોંગ્રેસે આ ફાઇલ ૭ વર્ષ કેમ દબાવી રાખી હતી ? જનતાના જાકારાની શરમ ની અને નર્મદાના પાણીને વધાવવા જનતાની સો રહેવું ની તેવી કોગ્રેસ હજુ ગુજરાત વિરોધી નીતિ ભૂલી ની તેમ કહી અમિતભાઇએ કહયું કે ગુજરાતની જનતા નર્મદાના ડેમનું કામપુર્ણ તા આનંદોત્સવમાં છે તો કોગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયા હમણા છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા વિસપિતોને મળવા ગયા, આમ કોગ્રેસ અને મેઘા પાટકરની નર્મદા વિરોધી નીતિ ચાલુ છે. તે ગુજરાતની જનતા સાંખી લેશે નહી. રાજનીતી તો બધા કરે પરંતુ જનતાને દુખી રાખીને કરાતી રાજનીતીને ધિક્કારતા શાહે કહ્યું કે, અમારી સરકાર વિકાસની રાજનીતીમાં માને છે. લોકસભાના વિજય પછી અનેક રાજ્યોમાં ભાજપ્નો વિજય આગળ ધપી રહ્યો છે તેમ કહી ગુજરાત પણ આવા જ વિજયનું સાક્ષી બનવા જઇ રહ્યું છે.
શાહે કોંગ્રેસના સમયમાં ગુજરાત પ્રત્યેની ભેદભાવભરી અને અન્યાયી નીતીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસના સમયકાળમાં ગુજરાતમાં અપુરતી ગ્રાંટ અપાતી હતી. મોદી સરકારે ગુજરાતમાં અગાઉની કર અંગેની રૂ. ૪૧૩૦૦ કરોડની સામે હવે રૂ! ૧૨૨૪૫૩, અનુદાન રૂ! ૮૪૦૦ કરોડની સામે રૂ! ૧૭૯૬૨ કરોડ, એસ.આર.એફ. રૂ! ૨૦૦૦ કરોડની સામે રૂ! ૨૯૦૦ કરોડ અને લોકલ બોડી ગ્રાંટ રૂ! ૨૭૨૩ કરોડની સામે રૂ! ૧૫૦૦૦ કરોડ આપી ગુજરાતને તો અન્યાય દૂર કર્યો છે તેમ જણાવીને તેમણે કેન્દ્રની કલ્યાણકારી ૧૦૬ યોજનાની માહિતી આપી હતી . ૫૦ વર્ષી ઓ.બી.સી. પંચને બંધારણિય માન્યતા મળી ન હતી તે માન્યતા કેન્દ્ર સરકારે આપી છે તેમ પણ કહ્યું હતું. સેનાનું મનોબળ વધારવા સર્જીકલ સ્ટ્રાઇક, સૈનિકો માટે ઓ.આર.ઓ.પી., મહિલાઓને સન્માન, એક પણ પૈસાના ભ્રષ્ટાચાર વગર સુશાસન અને ખેડૂતો તેમજ ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓની માહિતી આપી ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અને કેન્દ્રમાં નરેન્દ્રભાઇ નેતૃત્વમાં કરાયેલા જનસેવાના કાર્યો લોકો સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. કોંગ્રેસના સમયકાળમાં ૧૨ લાખ કરોડના ગોટાળા યા હતા એ હજુ જનતા ભુલી ની અને કોંગ્રેસીઓ સત્તાના દિવા સપ્ના જોઇ રહી છે તે અંગે દ્રષ્ટાંત આપીને કટાક્ષ કર્યો હતો. અમિતભાઇ શાહએ ગુજરાતમાં ઐતિહાસિક વિજયનો સંકલ્પ હજારો કાર્યકર્તાઓને લેવડાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ તેજ ગતિએ આગળ ધપ્યો છે. વિકાસ અને આગામી વિજયનો અશ્વ આગળ ધપી રહ્યો છે તેને રોકવાની કોઇનામાં તાકાત ની કારણ કે, તેમાં ગુજરાતની જનતાજનાર્દનનું ભવ્ય સર્મન છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે ભગિર કાર્યો કરીને એવી કામગીરી કરી છે કે હવે સૌરાષ્ટ્રમાં પાણીનો દુકાળ નહીં પડે. ગરીબો અને ખેડુતો માટે સરકાર જે કંઇ કરવું પડે તે કરવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ખેડુતો માટેના કલ્યાણકારી નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, બટેટા અને ડુંગળીના વેચાણમાં ખેડુતોને રાહત આપવા માટે રૂ! ૧૦૦ કરોડની સબસીડી અપાશે. જેમણે બટેટા ડુંગળી વેચી નાખ્યા છે તેમને પણ આ સહાયનો લાભ મળશે તેમ મુખ્યમંત્રીએ પણ કોંગ્રેસ મુક્ત ગુજરાતનો સંકલ્પ પરિપૂર્ણ કરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓની આગામી ચુંટણીમાં વિશેષ જવાબદારી છે તેવો ઉલ્લેખ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અને અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષ એમ સૌરાષ્ટ્રના હોદેદારો પર પાર્ટીએ જવાબદારી સોંપી છે અને તેી આગામી વિધાનસભાની ચુંટણીમાં એક-એક બુ પર કાર્યકર ભાજપ્ના વિજય માટે સમર્પિત ાય તે જરૂરી છે. સૌરાષ્ટ્રમાં ભાજપ્ના કાર્યકર્તાઓ દ્વારા જનતાની સેવા અને સંગઠનની ઇ રહેલી અવિરત અને ઝડપી કામગીરીની પણ વાઘાણીએ આછેરી ઝલક આપી હતી. જનતાની સેવા કરવાનો આ સુવર્ણ સમય છે તેમ જણાવી કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન, અમિતભાઇ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતમાં સૌના વિકાસ માટે ઇ રહેલા રાજ્ય સરકારના આગ પ્રયાસી કાર્યકર્તાઓ ગૌરવ અનુભવી રહ્યા છે. વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને એકપણ પ્રશ્ન ન રહે અને તેમની પોતાની સરકાર ચાલે છે.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ પણ કોંગ્રેસના સમયકાળમાં નર્મદા ડેમ માટે યેલા વિલંબ અંગે કોંગ્રેસને જવાબદાર ગણી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને સેવાસેતુના કાર્યક્રમોી લોકોના પ્રશ્નોનો સ્ળ પર ઉકેલ આવ્યો છે અને લોકોનો વિશ્વાસ વધ્યો છે તેમ જણાવ્યું હતું. કોળી સમાજના ભાજપ્ના આગેવાનોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એન.ડી.એ. એ કોળી સમાજના રાષ્ટ્રીય આગેવાન રહી ચુકેલા રામના કોવિંદને જાહેર કરાતા હર્ષની લાગણી રૂપે અમિતભાઇ શાહનું અભિવાદન કર્યું હતું. શાબ્દિક સ્વાગત જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણીએ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યો અને પદાધિકારીઓ સહિત હજારો કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા.ભાજપ્ના કાર્યકર્તા માટે જનતાની સેવા કરવાનું આ સુવર્ણકાળ છે, કાર્યકર્તા છેવાડાના માનવી સુધી પહોંચી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડે : પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી