ગુજરાત ભાજપ માટે પ્રયોગ શાળા, અહીં કરેલા દરેક પ્રયોગો સફળ જ રહે: ભાજપના હોદેદારો, મંત્રી, સાંસદ, ધારાસભ્યો સાથે રાષ્ટ્રીય અઘ્યક્ષની બેઠક
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરતની મુલાકાતે આવ્યા છે સવારે તેઓએ સાબરમતિ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના સંગઠનના હોદેદારો, મંત્રી મંડળના સભ્યો, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહાનગરના પદાધિકારીઓ સહિત 700 આગેવાનો સાથે બેઠક યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્ર તથા રાજય સરકારે કરેલા લોકહિતકારી કાર્યો અને યોજનાઓ ભાજપનો કાર્યકતા વાહક બની મતદારો સુધી પહોચાડે તેવી ટકોર કરી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતએ ભાજપની પ્રયોગ શાળા છે, અહીં ભાજપે કરેલા દરેક પ્રયોગો સફળ રહે છે. અગાઉના સમયમાં ચુંટણી જ્ઞાતિવાદ, પરિવાર વાદ, સમાજ વાદના આધારે લડવામાં આવતી હતી. પરંતુ નરેન્દ્રભાઇ મોદીએ વિકાસવાદને આધારે ચુંટણી લડયાનું અભિયાન શરુ કર્યુ હતું. આજે દેશભરમાં તે સફળ થઇ રહ્યું છે. ગુજરાતમાં ભાજપનો કાર્યકર પક્ષ પ્રત્યે સતત કટીબઘ્ધ છે. કામમાં કયારેય કચાશ રાખતા નથી.
કોરોનાના કપરાકાળમાં કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે કરેલા સેવાકીય કાર્યોની લોકોને સતત યાદ અપાવતા રહેવાની પણ જે.પી. નડ્ડાએ તાકીદ કરી હતી. ભાજપનો કાર્યકર કેન્દ્ર અને રાજયસરકારે કરેલા સેવા કાર્યો અને લોકહિતકારી યોજનાઓ મતદારો સુધી પહોચાડવા માટે વાહન બને તે જરુરી છે. થોડા સમય પહેલા ચાર રાજયોની ચુંટણીમાં ભાજપનો જે શાનદાર વિજય થયો છે. તેમાં સરકારની કોરોનાના સમયે કરેલી કામગીરીની મતદારોએ નોંધ લીધી હતી.
તેઓએ ઉમેર્યુ હતું કે ગુજરાતએ વર્ષોથી ભાજપનો ગઢ છે અને અહીના કાર્યકરને વધુ કશું કહેવાની જરુરત રહેતી નથી. ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપનો ઐતિહાસિક જીત થાય છે તે માટે કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા તાકીદ કરી હતી.
તેઓએ પેજ સમિતિ નું મહત્વ અને તેને લઈ ઘર ઘર સુધી ભાજપ કંઈ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું. સાથે સાથે ગુજરાત ભાજપ સંગઠન ની કામગીરી થી રાષ્ટ્રીય અધ્યક્ષ ને અવગત કર્યા હતા.
પોતાનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે સામાન્ય કાર્યકર ની કામગીરી ની કદર કરી પક્ષ યોગ્ય સ્થાન આપે છે
જ્ઞાતિવાદને છોડીને નરેન્દ્ર ભાઈએ ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ હતી. તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યા હતું.તેઓએ ઉમેર્યું હતું કે બીજા વેકસીનેશન ને ભરત પહોંચતા દસથી શરૂ કરી સો વરસ લાગ્યા ત્યારે આજે ભારતે વિશ્વ માં સૌ પહેલા બબ્બે વેક્સીન ની શોધ કરી અને અઢીસો કરોડ જેટલા ડોઝ વપરાઈ ચૂકયા આ બદલાતું ભારત છે .અખિલેશ જેને મોદી ટીકા કહેતા હતા એજ રસી પોતે પણ ચૂપ ચાપ લાગાઈ આવ્યા આ છે બદલાતું ભારત. બીજા દેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારત નો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવી ને યુક્રેન ની બહાર બચી ને નીકળવું પડ્યું એ છે બદલાતું ભારત. ગોવામાં ભાજપે હેટ્રિક કરી છે.
ગુજરાતમાં અને ભારતમાં ચાલતી પ્રજા લક્ષી યોજનાનો સૌ સમાજ અને છેવાડા ના લોકો ને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રીની તમામ યોજના નો લાભ ઘર ઘર સુધી પહોંચે તે જોવાની જવાબદરી પેજ સમિતિનો છે. ભારત ગરીબી ની રેખા માં થી 12 ટકા ઉપર આવ્યા છે આ વલ્ડ બેંક નો રિપોર્ટ છે આ છે બદલાતું ભારત.