પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સ્મરણાર્થે રકતદાન કેમ્પ પણ યોજાયો

રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા ગઈકાલે શરદપૂનમની રઢીયાળી રાતે દુધપૌવાની રંગત સાથે સંગીત કલાકાર આશા વૈષ્ણવ એન્ડ ગ્રુપ તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દિનેશભાઈ રાણાના પારિવારીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. તેમજ સિદસરના નવનિયુકત હોદેદારોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

રાજકોટના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે રાત્રીનાં સાડા આઠ કલાકે યોજાયેલ આ શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે ૨૫,૦૦૦ કડવા પાટીદાર પરિવારો એક સાથે બેસીને દુદપૌવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કે.બી. વાછાણી, મૂળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, માધવજીભાઈ નાદપરા પ્રવિણભાઈ ગરાળા ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કાંતીભાઈ પટેલ, રાજનભાઈ વડાલીયા, પી.ટી. માકડીયા, હરીલાલ મેંદપરા, વિજયભાઈ રાણીપા, પ્રકાશભાઈ, કાણી, રમણીકભાઈ ભાલોડીયા, રમેશભાઈ શેરઠીયા, ધનજીભાઈ કણસાગરા તેમજ રકતદાન કેમ્પના દાતા પરિવારના ભરતભાઈ ડઢાણીયા, પુનીતભાઈ ચોવટીયા, ધી‚ભાઈ ડઢાણીયા, અરવિંદભાઈ પાણ, ગં.સ્વ. લાભુબેન કરમણભાઈ ગોવાણી, ડીમ્પલબેન શૈલેષભાઈ ગોવાણી, ડો. ચંદ્રકાંત રબારા, રજનીભા પટેલ, રાજુભાઈ કોરડીયા, ગૌતમભાઈ માકડીયા, સંજયભાઈ પાણ, જયેશભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાવતી પાટી પ્લોટમાં યોજાયેલ આ શરદોત્સવનો માં ઉમિયાની મહાઆરતી સાથે પ્રારંભ થયો હતો.

આ શરદોત્સવમાં સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોનાં સ્મરણાર્થે ફિલ્ડ માર્શલ બ્લડ બેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રકતદાન કેમ્પમાં ૩૫૬ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતુ.

આ શરદોત્સવનાં કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યની રમઝટ બોલાવી હતી જયારે રાજસ્થાનના ફેમસ કલાકાર આશા વૈષ્ણવ તથા દિનેશ રાણા એન્ડ ગ્રુપે મા ઉમિયાન મહા આરતી સાથે શરદોત્સવના કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચીક ગોરદનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવીણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડીયા, તથા અરવિંદભાઈ જીવાણી કારોબારી સભ્યો પો. જે.એમ.પનારા જેન્તીભાઈ મારડીયા, સન્નીભાઈ ખાંટ, સી.એન. જાવીયા, નટવરલાલ મકવાણા, મનસુખભાઈ ભેંસદડીયા જયેન્દ્ર ઝારસાણીયા હિમાંશુ વડાલીયા મહાદેવભાઈ સાણંકીયા, મકનલાલ મેઘપરા, દિનેશભાઈ ચાપાણી, પ્રવિણભાઈ મણવર, અમુભાઈ કણસાગરા, રાજુભાઈ ભણવર, રસીકભાઈ દલસાણીયાએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.