વૈશ્વિક સ્તર ઉપર ક્રિપટોમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં અધધ વધારો થઈ રહ્યો છે.
હાલ સમગ્ર વિશ્વમાં ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપટો નું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે એ વાત ઉપર સ્પષ્ટતા થઇ રહી છે કે હાલ જે રીતે રોકાણકારો માં ક્રિપટો ની લોકપ્રિયતા વધી છે તેના કારણે આવનારા સમયમાં ડિજિટલ કરન્સી મા રોકાણ કરનારાઓની સંખ્યા ખૂબ વધશે અને હાલના તબક્કે પણ આ ડિજિટલ કરન્સી ક્ષેત્રે અધધધ વધારો થઈ રહ્યો છે. આ તકે ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોરસેએ ફીટ કરતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં ડોલરનું પર્યાય ક્રિપટો એટલે કે બીટકોઈન બની જશે.
વૈશ્વિક સ્તર પર ડિજિટલ કરન્સી ને પ્રાધાન્ય મળી રહે તે માટે સરકાર પણ અનેક પ્રકારના પ્રયત્નો હાથ ધરી રહી છે અને યોગ્ય નીતિ નિયમો ને કેવી રીતે અમલી બનાવી શકાય તે દિશામાં સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે પહેલાના સમયમાં જે તે ચલણ નું મહત્વ અનેરૂ રહેતું હતું પરંતુ હવે તે બાઉન્ડ્રી લેસ થઈ જતાં ઘણાં પ્રકારે અનેક પ્રકારની ચેલેન્જ સામે આવી શકે છે હાલ રોકાણ કરનારાઓ વધુને વધુ ક્રિપટોકરન્સી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે જો તેને યોગ્ય નીતિ નિયમોમાં આવરી લેવામાં આવે તો આવનારો સમય ખરા અર્થમાં ડિજિટલ કરન્સી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે.
ડિજિટલ કરન્સી માં આવતા ક્રિપટો સહિતના અન્ય દરેક ચરણોના ભાવમાં સતત ભાવ વધારો અથવા તો ભાવ ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ સામે રિસ્ક ફેક્ટર પણ સૌથી વધુ માત્રામાં હોવાના કારણે જે વિશ્વાસનીયતા કેળવવી જોઇએ તે થઈ શકતી નથી પરિણામે ક્રિપટોને લઈને લોકોમાં ઘણાખરા પ્રશ્નો પણ ઉદભવી થતા હોય છે પરંતુ સાચી વાસ્તવિકતા તો એ છે કે ડિજિટલ કરન્સી નો વેગ વધશે તેમ છતાં સૌથી વધુ રોકાણકારો પણ અહીં રોકાણ કરી રહયા છે.