રોકાણનાં અન્ય વિકલ્પોમાંથી રોકાણકારોને યોગ્ય વળતર ન મળતાં ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળી રહી છે તેજી

દિન-પ્રતિદિન બીટકોઈન કે જે ક્રિપ્ટો કરન્સી છે જેમાં વધારો જોવા મળી રહ્યો છે. બીટકોઈન હાલ ૭ હજાર ડોલરને પાર પહોંચી ગયો છે ત્યારે ક્રિપ્ટો કરન્સીમાં તેજીનું કારણ શું હોઈ શકે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનાં કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે શેરબજારમાં રોકાણ કરનાર રોકાણનારોને યોગ્ય વળતર ન મળતાં તેઓ ક્રિપ્ટો કરન્સી તરફ આગળ વઘ્યા છે અને બીટકોઈનમાં તેઓ રોકાણ કરી રહ્યા છે.

નવ માસની સરખામણીમાં બીટકોઈન ૭ હજાર ડોલરને પાર પહોંચ્યું છે કે જે ગત સપ્તાહમાં ૬ હજાર ડોલર રહ્યું હતું. છેલ્લા સપ્તાહની વાત કરવામાં આવે તો બીટકોઈનનાં ભાવમાં ૧.૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષમાં સૌથી બીજો મોટો વધારો ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળ્યો છે. તજજ્ઞોનાં મત અનુસાર બીટકોઈનમાં જે ઉછાળો જોવા મળ્યો છે તેનું હજી કોઈ નિયત કારણ સામે આવ્યું નથી. ગત સમયની વાત કરવામાં આવે તો ક્રિપ્ટો કરન્સીમાં હાલ જે વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે તેમાં ખુબ જ મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો.

ત્યારે ચાલુ વર્ષમાં બીટકોઈનનો ભાવ સતત બીજી વખત ઉપર આવતા બમણું થઈ ગયું હોવાનું પણ સામે આવે છે કે જે ૨૦૧૮નાં વર્ષ કરતા વધુ હોવાનું અનુમાન આખરે પુરવાર થઈ રહ્યું છે ત્યારે ક્રિપ્ટો કરન્સીમાં તેજીનું કારણ એ પણ માનવામાં આવે છે કે જે રીતે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેનાં પરીણામરૂપે વૈશ્વિ સ્તર પર શેરબજારોમાં ખુબ જ મોટા ઘટાડા જોવા મળ્યા છે અને રોકાણકારો દ્વારા જે શેરોમાં રોકાણ કરવામાં આવ્યું છે તેમાં પણ તેઓને યોગ્ય વળતર મળ્યું નથી જેથી તેઓનું વલણ સ્પષ્ટ થતાં તેઓ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય તેવું ધ્યાને આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.