બિટકોઇને તાજેતરમાં શાનદાર તેજી નોંધાવતાં આ કરન્સીમાં તેજીનો પરપોટો ફૂટવાની દેહશત વ્યક્ત થઈ રહી છે. પણ ભારતના પીઢ વેપારીઓ અને નાદાન લોકો પર તેની કોઈ અસર નથી પડી. બીટકોઈનમાં તેજી નાનાથી લઈ મોટા રોકાણકારોને આકર્ષી રહી છે.

ભારતના અગ્રણી બિટકોઇન એક્સ્ચેન્જિસ પરનું રજિસ્ટ્રેશન તાજેતરનાં સપ્તાહોમાં બમણું થઈ ગયું છે, તેના લીધે ટ્રેડિંગ વોલ્યુમમાં વધારે વધારો થયો છે, તેના કારણે તાજેતરમાં વિકેન્દ્રિત ક્રિપ્ટો કરન્સીએ $10,000ની સપાટી કુદાવી હતી. અન્ય અગ્રણી એક્સ્ચેન્જિસ જેવા કે ઝેબપે, યુનોકોઇન અને Bitxoxoમાં પણ સાઇન અપમાં અને ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો નોંધાયો છે બિટકોઇનનો ભાવ 28મી નવેમ્બરના રોજ 7,51,500 હતો જે 30મી ઓગસ્ટના રોજ 3,16,200 હતો, આમ તેણે ત્રણ મહિનામાં જ 140 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

બિટકોઇનનો નજીકનું ક્રિપ્ટોકરન્સી હરીફ ઇથર પણ સર્વોત્તમ સપાટીએ પહોંચતાં 28મી નવેમ્બરના રોજ ત્યાં યુનિટે 30,272ના ભાવે ટ્રેડિંગ થતું હતું. ક્રિપ્ટો કરન્સી નિષ્ણાત અને લાંબા સમયના રોકાણકારમાં કહેવા પ્રમાણે, બિટકોઇનનો વર્તમાન ભાવ લાંબો નહીં ટકે. તેનું સાચું અને વાજબી મૂલ્ય આશરે 1,000 ડોલર હોવું જોઈએ.

દર ત્રણ મહિને બિટકોઇનનું વોલ્યુમ બમણું થાય છે અને તેમાં ટ્રેડિંગનો ટ્રેન્ડ જારી છે. ભાવની હિલચાલ વોલ્યુમમાં વધારો કરવામાં મદદ કરે છે.

યુનોકોઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લાં ત્રણ સપ્તાહમાં પ્રતિ દિન 5,000 નવા યુઝર્સ નોંધ્યા છે, જે આંકડો ઓક્ટોબરમાં પ્રતિ દિન 3,000 નવા રજિસ્ટ્રેશનનો હતો. એક્સ્ચેન્જના કુલ યુઝર્સની સંખ્યા વર્ષ પહેલાં એક લાખ હતી તે વધીને સાત લાખ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.