ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચ્યા બાદ ૪૦ ટકાનો કડાકો
ઈથેરીયમ એક જ દિવસમાં ૨૩ ટકા તૂટયો
વર્ચ્યુઅલ કરન્સીમાં બેસ્ટ ગણાતુ બીટકોઈન બટકણું બની ગયું છે. ૨૦ હજાર ડોલરની સપાટીને સર કરી આવેલું બીટ કોઈન હાલ ૧૨૦૦૦ ડોલરની આજુબાજુ છે. બીટકોઈનની જેમ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ ૪૦ ટકા સુધીનો કડાકો નોંધાયો છે.
ક્રિપ્ટો કરન્સીમાં ત્તેજીની સુનામી અને મંદીના વમણો અંગે નિષ્ણાંતો પણ થાપ ખાઈ રહ્યાં છે. ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચ્યા બાદ બીટકોઈનમાં ૪૦ ટકાનો કડાકો બોલી ગયો છે. સાઉથ કોરીયા બીટ કોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીના ટ્રેડીંગ ઉપર પ્રતિબંધ મુકી દે તેવી શકયતા છે. બીટકોઈન જેવી અન્ય ક્રિપ્ટો કરન્સી ઈથેરીયમમાં પણ એક જ દિવસમાં ૨૩ ટકાનું ગાબડુ પડતા અનેક રોકાણકારો નારાજ થયા છે.