બિટકોઈનને કાયદાકીય માન્યતા ન મળતા રોકાણકારોને રોકાણ કરવાથી મુંઝવણ: વર્ષ ૨૦૨૦માં ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનું બજાર મૂલ્ય ૩૦૦ ટકાના વધારા સાથે ૫૪૨ અરબ ડોલરની સપાટીએ પહોંચ્યું!!
ના ના કરતે પ્યાર… તુમ હી સે કર બેઠે… કરના થા ઈનકાર… ઈકરાર કર બેઠે. આ બોલીવુડ સોન્ગ બિટકોઈન પર હાલની પરિસ્થિતિ મુજબ બિલકુલ બંધ બેસે છે. મહાકાય ક્રિપ્ટોકરન્સી એટલે કે ડીજીટલ ચલણ બિટકોઈનને ભારતમાં કાયદેસરની માન્યતા પ્રાપ્ત નથી તેમ છતા આના પર વેપલો થઈ રહ્યો છે. સરકાર પણ ગેરકાયદેની મસમોટી વાતો વચ્ચે આને કાયદાકીય માળખા હેઠળ લાવવા વિચાર કરી રહી છે.
૧૮ ટકા જીએસટી લાદવામાં આવે તેવી પણ વાતો સામે આવી રહી છે. આ વચ્ચે બિટકોઈને નબેના બાવીસથ કરી દીધા છે. વર્ષ ૨૦૨૦મા ૩૦૦ ટકા વળતર આપ્યું છે તેનું મૂલ્ય ૨૧,૫૩,૦૦૦ને પાર થઈ ગયું છે. તો કુલ બજાર મૂલ્ય ૫૪૨ અબજ ડોલરે પહોચ્યું છે. શેર બજારની જેમ તેજીનો તીખારો છતા રોકાણકારો આ ક્રિપ્ટોકરન્સીમા રોકાણ કરવાથી આધાર જઈ રહ્યા છે. પરોક્ષ પણે તો રોકાણકારો આમાં રોકાણ કરવા ઈચ્છુક અને આકર્ષિત તો છે જ પણ ઘણા એવા કારણો છે કે જેનાથી રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટથી હટી રહ્યા છે. જેમાનું એક મુખ્ય કારણ કાયદેસરની માન્યતા ન મળી હોવાનું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ગણાતા બિટકોઈને ૨૦૨૦માં ૩૦૦ ટકાનું વળતર આપ્યું છે. ઓકટોમ્બર માસમાં ૧૦,૫૦૦ ડોલરની સપાટીએ પહોચ્યો હતો જે હાલ, ૨૯ હજાર ડોલરને પાર થઈ ગયો છે. ગત માર્ચ માસની સરખામણીએ ગણતરી કરીએ તો, બિટકોઈને ૬૦૦ ટકા વળતર રળી આપ્યું છે. માર્ચ માસથી બિટકોઈનના મૂલ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ તેજીથી ભારતને પણ બિટકોઈનનું ઘેલું લાગ્યું છે. પરંતુ તેમ છતાં આમાં ઓછપ વર્તાઈ છે. કારણ કે બિટકોઈનને આપણા દેશમાં કાયદેસરની માન્યતા પ્રાપ્ત ન થતા રોકાણકારો રોકાણ કરવાથી મુંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત બિટકોઈનમાં રોકાણકારો નજીવી એવી રકમ રૂપીયા ૧૦૦થી પણ રોકાણ કરી શકે છે. આ બાબત પણ અવરોધરૂપ છે.
બિટકોઈનું મૂલ્ય અત્યંત નઅસ્થિરથ રહે છે. આ કારણસર પણ નાના રોકાણકારો સચેત થઈ રોકાણ કરશે તો સોનાનીક તદન વિપરીત બિટકોઈનનો પુરવઠો પણ મૂલ્યની જેમ નઅસ્થિરથ રહે છે.
તરલતા ઘટાડે છે. જોકે, આ છતા બિટકોઈન મજબુત રોકાણ માટેના વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. બિટકોઈનના નિયંત્રણ-સંચાલન માટે કોઈ રેગ્યુલેટરી બોડી ન હોવાથી પણ રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટથી આઘા રહ્યા છે. જોકે, એક વખત બિટકોઈનને ભારતમાં લીગલ ઘોષિત કર્યા બાદ તે રોકાણના વિકલ્પ તરીકે વધુ મજબુતાઈથી ઉભરશે તેમાં કોઈ શંકા નથી.