અનેક રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાની ચર્ચા
અબતક,રાજકોટ
તાત્કાલિક મવડી રોડ સીમેન્ટ રોડ કરવો હિતાવહ , સરદાર રેસ્ટોરન્ટ ની બાજુ માથી નીકળતો ને નવા 150 ફૂટ રોડ ને જોડતો માર્ગ સાથે કણકોટ રોડ પાણી ના ટાંકા સામે થી નીકળતો મેલડી માના મંદિર ની પાછળ નીકળતો માર્ગ તાત્કાલિક ખોલવો જરૂરી.
રાજકોટ નું મવડી હવે ગંદકીનું સામ્રાજય બન્યું છે. વાહનચાલકો ની મુશ્કેલી કોઈ સાંભળી નથી રહ્યું, મવડી ચોકડી થી મવડી ગામ તરફ જતા રસ્તા માં ડામર ગાયબ થયો છે તો રસ્તા ખડબચડા બન્યા છે.
વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા હાથ કરે છે તો અહીંના નવા બનેલ રોડ શરૂ થાય તે પહેલાં રોડ પર આડેધડ પાર્કિંગ થયું છે તો અહીંના બાપા સીતારામ ચોક મોટો હોવાથી વાહનો ચાલકો ને ટર્ન લેવામાં મુશ્કેલી પડે છે આ રસ્તા માં દુકાનદારો ના વાહનો આડેધડ પાર્કિંગ થઈ છે તો અહીંના 80 ફૂટ રોડ પર ના રસ્તા અને મવડી પાળ ગામ નો રસ્તો પણ અંત્યત ખરાબ બનાયો છે રાજકોટ ના મેયર ના આ વિસ્તાર માં મેયર લોકો ની મુશ્કેલી ને સાંભળી નથી રહ્યા તો અહીંના નવા સદર રેસ્ટોરન્ટ ની બાજુ માથી નીકળતા અને કણકોટ રોડ પાણી ના ટાંકા ની સામે નીકળતા આડા ડામર માર્ગે ખોલવામાં તંત્ર હનાકાની કરી રહ્યું છે અહીંની વગર ચોકડી અને ટીલારા ચોકડી એ સર્કલ નથી બન્યું કે નતો મવડી પાળ રોડ પર સ્ટ્રીટ લાઈટ નખાઈ અહીંના ગોંડલ રોડ ની ચોકડી બંધ થતા તમામ ટ્રાફિક ટીલારાં ચોકડી થી બાપા સીતારામ ચોક મવડી તરફ વાળવા મા આવ્યો છે પંરતુ રાત્રે સિંગલ હોવાથી અકસ્માત નો ભાયા રહે છે આ ડબલ રોડ કરવો હિતાવહ બન્યો છે તો સ્ટ્રીટ લાઈટ જરૂરી બની છે પાળ ગામ ના પુલ માં રેલીંગ નખાઈ તે પણ હિતાવહ છે તો સત્વરે મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક સુધી ના રસ્તા ને સીમેન્ટ રોડ કરવો જરૂરી છે .