થોડા સમય પહેલા જ બનેલો રોડ તૂટતો જાય છે, ઉચ્ચ અધિકારીઓ જાતે તપાસ કરી રોડ રીપેર કરાવે તેવી માંગ ઉઠી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બામણાસા થી જામવાળા સુધીનો રોડ માત્ર નામનોજ જામવાળાથી બામણાસા સુધીના નવ કિલોમીટરનો માર્ગ માત્ર નામનો જ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ રોડ હમણાં થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલ છે. પરંતુ આ રોડની અંદર બંને સાઈડમાં જે માટી કામ કરવાનું હોય છે તે ન થવાના કારણે બંને સાઇડ ઓમાનથી રોડ તૂટતો જાય છે હાલ અત્યારે આ રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.
જ્યારે આ રોડ ઉપર એક મોટું અને એક નાનું વાહન આવી જાય ત્યારે નાના વાહનને નીકળવું મુશ્કેલ બને છે જ્યારે મોટા વાહન અને રોડની નીચે ઉતરવું પણ પોતાના વાહન માટે જોખમી બની જાય છે ત્યારે આ રોડ ઉપર અત્યંત પ્રવાસીઓનો આવરો જાવરો રહેતો હોય છે કારણકે જામવાળા ગીર થઈ અને ઉના દીવ આવવા માટે આ એક સરળ રસ્તો છે જ્યારે આ રોડની આ દુર્દશા ઓ તંત્રના ધ્યાનમાં આવતી નથી. આ રોડ ઉપર રોજના કેટલી એસટીઓની અવરજવર થતી હોય છે તેમજ કેટલાક પ્રાઇવેટ વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ રોડ હજુ હમણાં જ તાજેતરમાં બનાવવામાં આવેલો છે ત્યારે આ રોડની સાઇડના કામો ન કરવાના કારણે આ હાલાકી પ્રવાસીઓએ ભોગવવી પડે છે. ઉલ્લેખનીય છે કે આ રોડના મેન્ટેનન્સ માટે તેમજ આ રોડનું જે અધિકારીઓ પાસે સુપરવિઝન છે તેઓ અને કોન્ટ્રાક્ટરો બંનેની મિલીભગતના કારણે પ્રવાસીઓને આમ પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. આ કામ સંપૂર્ણ થયેલા સર્ટિફિકેટ આપના અધિકારી સામે ઉચ્ચ અધિકારીઓ કોઈ જાત પગલાં ભરશે ખરા તેઓ લોકમુખે ચર્ચાઇ છે.