વિધાનસભા-70ની આંગણવાડીની 1200 બાળાઓને પ્રધાનમંત્રી સુક્ધયા યોજનાનો લાભ અપાયો: ગરીબ બાળકોએ લક્ઝરીયસ કારમાં સવારી માણી
રાજકોટ વિધાનસભા-70ના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા-70 વિસ્તારમાં આવેલી આંગણીવાડી સહિતની 1200 બાળાઓને પ્રધાનમંત્રી સુક્ધયા સમૃદ્વિ યોજનાનો લાભ અપાવી પોતાનો સેવા સંકલ્પ પૂરો કર્યો હતો.
આ ઉપરાંત તેઓના મિત્ર અને અગ્રણી ઉદ્યોગપતિ ધીરૂભાઇ સોરઠીયાએ અદકેરૂં આયોજન કરતા ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ બાળકોને લક્ઝરીયસ કારમાં બેસાડી મોજ કરાવી હતી. સાથોસાથ ભાવતા ભોજનીયા કરાવ્યા હતા. પ્રજા સેવકના જન્મદિવસની ખરેખર પ્રજાલક્ષી ઉજવણી કરવામાં આવી હતી.
યશ ફેન ક્લબ આવી સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરતું રહેશે:માણસૂરભાઈ વાળા
યશ ફેન ક્લબના માણસૂરભાઈ વાળાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અમારા વિસ્તારની 60 જેટલી દીકરીઓને ફન વર્લ્ડમાં વિવિધ રાઇડ્સની બેસાડવામાં આવી હતી.આ એવી દીકરીઓ છે જેમના માતા-પિતા આવો શોખ પૂરો કરી શકે તેમ નથી સેવાકીય કાર્ય કર્યું છે આગામી દિવસોમાં યશ ફેન ક્લબ દ્વારા આવા જ સેવાગમ્ય કાર્યો હાથ ધરાશે. યશ ફેન ક્લબ દ્વારા આગામી દિવસોમાં રાખડીની સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં એવી બહેનો ભાગ લેશે જેમને ભાઇ નહી હોય છતા પણ તેઓ આ પવિત્ર તહેવારને ભવ્ય રીતે ઉજવી શકે તે માટેની યોજના કરવામાં આવી છે. અમારા વિસ્તારની દીકરીઓને આજે ફન વર્લ્ડમાં વિવિધ રાઇડ્સમાં બેસાડી ગોવિંદભાઇ પટેલના જન્મદિવસ નિમિતે આ આયોજન કર્યું હતું પરંતુ હવે આ ચીલ્લો આગળ ધપાવી આવા જ સેવાકીય કાર્યોને યશ ફેન ક્લબ હાથ ધરશે.
32 થી વધુ બ્લેક વીવીઆઇપી લક્ઝરીયસ ગાડીમાં ગરીબ બાળકોએ મજા માણી
રાજકોટ -કહેવાય છે જે લોકોને સેવા કરવી હોય તેઓ સેવા કરવાનો મોકો શોધી જ લેતા હોય છે, ત્યારે રાજકોટ ના મવડી ગામના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયા એ રાજકોટના લોકલાડીલા અને કર્મનિષ્ઠ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવામય આયોજન કર્યું છે બપોરે 3:30 વાગ્યે મવડી ગામથી 32 લક્ઝરીયસ કાળી ગાડીઓ નીકળી અને એ ગાડીઓની અંદર કોઠારીયા વિસ્તારના બાળકોને બેસાડી અને રાજકોટના રેસકોર્સ રોડના વિસ્તાર પર એમને પરિભ્રમણ કરી લઇ જવા મા આવ્યા , આમ તો કાળી ગાડીના કાફલા અને વીઆઈપી કાફલાઓ સાથે આવી ગાડી ઓ મા બેસવું આ બાળકોનું એક સ્વપ્ન હોય છે ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટના મવડી વિસ્તારના આ ધીરુભાઈ સોરઠીયા જહેમત ઉઠાવી છે.
સેવા ના સારથી દીપાબેન વઘાસીયા ના નિર્દેશન અનુસાર લક્ષ્મીનગર, લોહા વિસ્તાર અને કોઠારીયા વિસ્તારના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને સાડા ત્રણ વાગ્યે મવડી થી પ્રસ્થાન થયેલી ગાડીઓ ચાર વાગે રણુજા મંદિર ખાતેથી પીકઅપ કરી ત્યાંથી લક્ઝરીયસ વીવીઆઈપી ગાડીઓ નો કાફલો રેસકોર્સ વિસ્તારમાં પરિભ્રમણ કરી યાજ્ઞિક રોડ થઈ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને વગળ ચોકડીએ શગુન પાર્ટી પ્લોટ ખાતે વિરામ લીધી, ત્યાં લોકલાડીલા ને સેવા ના સારથી સમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ આ સ્લમ વિસ્તાર ના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકો ને ભોજન અપવાયું, સાથે તમામ બાળકો ને એક સુંદર ભેટ પણ આપવામાં આવી અને એમના જન્મદિન ની ઉજવણી આ વિશિષ્ઠ સેવાયજ્ઞ થી કરી આ સમગ્ર કાર્યક્રમ ખોડલધામ એંકર હાર્દિકભાઈ સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને યુવા આગેવાન કિશનભાઇ ટીલવા , અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ સોરઠીયા, મારૂતિં નંદન ચેરીટેબલ મંદિર ના પ્રમુખ રાજુભાઈ સોરઠીયા, હરસોડા પરિવાર ના પ્રમુખ જયેશભાઈ હરસોડા , વોર્ડ 11 ના યુવા મોરચા પ્રમુખ અંકિત સોરઠીયા, અક્ષય સોરઠીયા ના માર્ગદર્શન હેઠળ થયું.
1200 બાળાઓને પ્રધાનમંત્રી સુક્ધયા સમૃધ્ધિ યોજનાનો લાભ આપી મા2ા સંકલ્પને સાર્થક ર્ક્યો છે: ગોવિંદભાઈ પટેલ
2ાજકોટ વિધાનસભા-70ના ધા2ાસભ્ય ગોિંવંદભાઈ પટેલ ધ્વા2ા તેમના જન્મદિવસ અંતર્ગત શહે2ના હેમુ ગઢવી હોલ ખાતે દિક2ી વ્હાલનો દ2ીયો અતંગર્ત પ્રધાનમંત્રી સુક્ધયા સમૃધ્ધિ યોજના અતંર્ગત એક વર્ષથી લઈ દસ વર્ષ સુધીની શહે2ની 83 આંગણવાડીની 1200થી વધુ દીક2ીઓના ળ્ળ્ળ્ળ્ળ્ ળ્ળ્ળ્ળ્ બેંક ખાતા ખોલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ આ તકે ગોવિંદભાઈ પટેલ ધ્વા2ા આંગણવાડીના બહેનોને પુસ્તક આપી સન્માનીત ક2વામાં આવ્યા હતા.તેમજ ગોવિંદભાઈ પટેલ ધ્વા2ા સુપોષણ અભિયાન અંતર્ગત 2પ કુપોષીત બાળકોને દતક લેવામાં આવ્યા હતા.
આ તકે 2ાજયના મંત્રી અ2વીંદભાઈ 2ૈયાણી, ધા2ાસભ્ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા, મેય2 ડો. પ્રદીપ ડવ, શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, વિધાનસભા-70ના પ્રભા2ી વસુબેન ત્રિવેદી, કશ્યપ શુકલ, 2ક્ષ્ાાબેન બોળીયા, શહે2 ભાજપ મહામંત્રી જીતુ કોઠા2ી, કીશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિહ ઠાકુ2, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, તેમજ વિધાનસભા-70માં સમાવિષ્ટ વોર્ડ 7,8,13,14, 17 અને 18માં આવતા શહે2ના હોદેદા2 અને કોર્પો2ેટ2ો, વોર્ડપ્રમુખ, મહામંત્રી, વોર્ડપ્રભા2ી સહીતના ઉપસ્થિત 2હયા હતા. આ તકે ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે દિક2ી સાપનો ભા2ો નહી પ2ંતુ વહાલનો દ2ીયો હોય છે આને ખ2ા અર્થમાં સાર્થક ઠે2વવા કેન્દ્ર સ2કા2ે કમ્મ2 ક્સી છે. અને દેશના વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુક્ધયા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે.
જે દીક2ીઓ માટે ભેટ સાબીત થઈ છે. ત્યા2ે આ યોજનાથી માતા-પિતા ઉપ2 બાળાના લગ્ન અને તેના ભણત2નો ભા2 હળવો ક2વામાં સુક્ધયા સમૃધ્ધિ યોજના આશિર્વાદરૂપ સમાન સાબીત થઈ છે ત્યા2ે આ યોજનાથી વ્યાપક પ્રમાણમાં દિક2ીઓ ને અભ્યાસ માટે સશક્ત થશે તેમજ પુખ્ત વયની થાય ત્યા2ે લગ્ન સમયે દિક2ીના માતા-પિતાનો ભા2 હળવો બને છે. ત્યા2ે મા2ા જન્મદિવસની પૂર્વ સંધ્યાએે વિધાનસભા-70ની આંગણવાડી સહીતની 1200 બાળાઓને પ્રધાનમંત્રી સુક્ધયા સમૃધ્ધિ યોજનાઓ લાભ આપી મા2ા સંકલ્પને સાર્થક ક2ી 2હયો છુ ત્યા2ે આનંદની લાગણી થાય છે.