અનેક સંતો-મહંતો રહ્યા ઉ૫સ્થિત: કૃષ્ણજન્મ નિમિત્તે શોભાયાત્રા સહિતના આયોજકો માટે તૈયારીઓ શરૂ
ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમીતી રાજકોટ દ્વારા છેલ્લા ૩ર વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી જન્માષ્ટમી તા. ૯ સપ્ટેમ્બરના રોજ ભવ્ય અને જાજરમાન બનાવવા રાજકોટ શહેરને સુશોભીત કરી ભવ્ય ધર્મયાત્રાના આયોજન વ્યવસ્થા માટે જન્માષ્ટમી મહોત્સવ સમીતીના કાર્યાલયનો સંતો મહંતોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં સમીતીના સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ વિશ્ર્વ હિન્દુ પરિષદના મહામંત્રી નીતેષભાઇ કથીરીયાએ જણાવ્યું કે વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા રાજકોટ મહાનગરમાં છેલ્લા ૩૧ વર્ષથી વર્ષ પરંપરાગત ભવ્યાતિભવ્ય સમગ્ર ભારતમાં સૌથી મોટી શોભાયાત્રા નીકળે છે.
જેના ભાગરુપે આજે એક મહીના પહેલા તેમના કાર્યાલયનું ઉદધાટન કરવામાં આવેલ છે. આ ઉદધાટન પ્રસંગે ખાસ ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદીરના સંત વિવેકસાગર સ્વામી ઉિ૫સ્થત રહેલ છે તેમના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું છે. અને બીજા અનેક સંતો અને સામાજીક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેલ છે. અને આ કૃષ્ણજન્મને વધારવા અને શોભાયાત્રા ખુબ સારી નીકળે તે માટે લોકો અત્રે ઉ૫સ્થિત રહ્યા છે.