આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યનાં સરસ્વતીલબ્ધપ્રસાદ જૈનાચાર્ય શ્રીમદ્વવિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ દિવસ.
આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતીલબ્ધપ્રસાદ જૈનાચાર્ય
શ્રીમદ્વવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ દિવસ પ મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગુજરાતમાં પાલિતાણાની સમીપે દેપલા ગામમાં આચાર્યશ્રીનો જન્મ થયો.
તેમના પિતાનું નામ દલીચંદભાઈ તથા માતાનું નામ ચંપાબેન હતું. ૧૯૬૭માં આચાર્યશ્રીએ આચાર્ય શ્રીમદ્વવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કર્યું. સાધુ બન્યા પછી કરેલી તપસ્યા, સ્વાધ્યાય અને સાધનાના પરિણામે ૧૯૯૬માં આપશ્રીને આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. પ્રવચનો અને બુકના માધ્યમથી પથ પ્રદર્શન:: આચાર્ય ભગવંત દીક્ષા લીધા બાદ સતતપણે પ્રવચનો, લેખક માધ્યમથી જબરજસ્ત સામાજીક પરિવર્તન કરવામાં સફળતા મળેલ છે અને વ્યાખ્યાનોના માધ્યમથી માનવને ઉત્કૃષ્ટ, નૈતિક અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું માર્ગદર્શન પ્રદાન કરી રહ્યા છે.
આ પ્રવચનોથી સામાન્ય લોકોના જીવનને એક નવો પ્રકાશ તેમજ એક નવી પદ્ઘતિ પ્રાપ્ત થઈ છે જે તેમને પોતાના સાંસારિક કર્તવ્ય પણ ઉપર સફળતાપૂવર્ક ચાલવાની સાથોસાથ આત્માની ઉન્નતિ દિશામાં પણ આગળ લઈ જાય છે. આચાર્યશ્રીના અત્યાર સુધીમાં અનેક પ્રવચનો અને પુસ્તકો દ્વારા જબરજસ્ત સામાજીક પરિવર્તન લાવેલ છે.
જે ધારામાં વ્યક્તિગત આત્મ પરિવર્તન શરૂ થઈ સર્વાંગી સામાજીક પરિવર્તન સુધી વિસ્તરી રહી છે. સમાજના સામાન્ય વર્ગની મૂળભુત સમસ્યાઓના સમાધાનને રજુ કરતા અનેક પુસ્તકો જેમાં સામાજીક એકતા, રચનાત્મકતા અને સર્જનશીલતાને સુનિશ્ચિત કરેલ છે.
પારિવારિક વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થાના સશિકતકરણ કરવાના તથા સજજનો સંગઠિત કરી સક્રિય કરવાના આચાર્યશ્રીના અદભુત પ્રયત્નો: ભારતીય સમાજના ત્રણ આધાર સ્તંભો છે -પારિવારિક વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થાઓ આજે અનેક પ્રકારની સમસ્યાઓથી ગ્રસિત છે. આવી સમસ્યાઓના સમાધાન લાવવા માટે આચાર્યશ્રી છેલ્લા અનેક વર્ષોથી સતત પ્રયત્નશીલ છે.
આ માટે તેમણે દિલ્લીમાં ચાર વર્ષ સ્થિરતા કરીને દેશના નીતિ-નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થાને સંસ્કારથી જોડવા માટે તેમણે આપેલા માર્ગદર્શનને સંસદે પણ સ્વીકૃતિ આપી છે. આની સાથોસાથ કૃષિ વ્યવસ્થા અંગે પણ આચાર્યશ્રી દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આ સંબંધે આચાર્યશ્રી દ્વારા સંસદના રાજયસભામાં એક પિટીશન પણ પ્રસ્તુત કરવામાં આવી છે જેને ઉપરાષ્ટ્રપતિ દ્વારા મંજુરી અપાઈ ગઈ છે. વર્તમાનમાં આ સબંધમાં આચાર્યશ્રી દ્વારા નિમ્નલિખિત ક્ષેત્રોમાં પ્રયત્નો થઈ રહ્યા છે.
૧. શિક્ષણ વ્યવસ્થાને સંસ્કાર આધારિત બનાવવા માટે તેમજ કેરિયર-ઓરિયેટેંડ શિક્ષણને કેરેકટર-ઓરિયેંટેડ શિક્ષણ બનાવવા માટે નૈતિક શિક્ષણનો અભ્યાસક્રમ સ્કૂલો અને કોલેજોમાં દાખલ કરવો.
ર. સાઈબર પોર્નોગ્રાફીના દુષણના કારણે આજે કરોડો બાળકો, બાલિકાઓ, યુવાનો અને યુવતિઓ પતન તરફ જઈ રહ્યા છે. આ સાઈબર પોર્નોગ્રાફીને પ્રતિબંધિત કરવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સંબંધે રાજયસભામાં એક પીટીશન દાખલ કરાઈ છે.
૩. મહિલાઓની સુરક્ષા અને તે હિતોના રક્ષણ માટ દેશમાં પારિવારિક વ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આવા પ્રયત્નો હેઠળ આચાર્યશ્રી એવા કાયદાઓ અને નિયમોના નિર્માણનું માર્ગદર્શન આપી રહ્યા છે જે પરિવારને મજબૂત બનાવે છે તથા મહિલાઓનું સશક્તિકરણ કરે. આવા પ્રયત્નો હેઠળ જ શારીરિક સબંધો બાંધવા અંગે સંમતિની આયને ૧૬ વર્ષથી વધારી ૧૮ વર્ષ
કરવાના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવવામાં આવેલી.
૪. દેશના આવરણ અને જૈવ વિવિધતાની સુરક્ષા માટે આચાર્યશ્રી દ્વારા વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણની દયનીય દશા પાછળ ટેકનોલોજી કે વિકાસ કરતા મનુષ્યની લાલસા અને વિલાસ-વૃત્તિ વધુ કારણભૂત છે. આ વિચારને ધ્યાનમાં રાખી આચાર્યશ્રી પોતાના પ્રવચન અને લેખન દ્વારા એક એવી જીવનશૈલીના અનુસરણનો ફેલાવો કરી રહ્યા છે જે સતત વિકાસના ધારા-ધોરણોને પ્રોત્સાહિત કરે.
પ. દેશમાં વધતા ભ્રષ્ટાચાર અને વધતા અપરાધો પર અંકુશ લાવવાનું એક પ્રભાવશાળી સાધન જનજાગૃકતા અને જન સક્રિયતા છે. આ માટે આચાર્યશ્રી કહે છે કે દેશના સજજનોને સંગઠિત કરીને સક્રિય બનાવવામાં આવે તો લગભગ બધી જ રાષ્ટ્રીય સમસ્યાઓનું સ્થાયી સમાધાન નીકળી શકે. આ દિશામાં આચાર્યશ્રી દ્વારા સતતપણે સજનનોને સંગઠિત કરી તેમને સક્રિય કરવાનું કાર્ય ચાલી રહ્યું છે