જયોતીન્દ્રભાઈ મનસુખભાઈ મહેતા (સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નાફકબ-ન્યુ દિલ્હી અધ્યક્ષ)નો આજે જન્મદિવસ છે. જેઓ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનમાં ૩ ટર્મથી ચેરમેનપદે સેવા આપી રહ્યાં છે. તેમની સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બે વખત જવાબદારી નિભાવી છે. હાલમાં તેઓ સહકાર ભારતીના સંરક્ષક પદે સેવા આપે છે.ઈ.સ. ૧૯૮૬માં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં ડિરેકટર તરીકે સક્રિય થયા. બેન્કના ચેરમેનપદે ૨૦૦૨ થી ૨૦૦૬, ૨૦૧૨ થી ૨૦૧૫ સેવા આપી, હાલમાં તેઓ બેન્કના પૂર્વ ચેરમેન અને ડિરેકટર છે.
તેઓ બેન્કિંગ ક્ષેત્ર ઉપરાંત ટેકસ ક્ધસ્લટન્ટ સોસાયટી, અરવિંદભાઈ મણીઆર, જનકલ્યાણ ટ્રસ્ટ, જૈન સમાજ અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપે છે. નાફકબના માધ્યમથી અંબ્રેલા ઓર્ગેનાઈઝેશનને અમલ સમગ્ર દેશમાં કરવાની નેમ રાખે છે.
જામનગરમાં તેમના દાદાના સહયોગથી સ્થપાયેલ, માનસંગભાઈ મંગળજીભાઈ મહેતા વિદ્યાર્થી બોર્ડીંગ છે જે મહેતા બોર્ડીંગ તરીકે ઓળખાય છે. વિદ્યાભ્યાસમાં તેનો લાભ લઈ આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડતર કર્યું છે. આમ સેવા અને સમર્પણની ભાવના જયોતિન્દ્રભાઈ મહેતાને ગળથૂથીમાં જ મળેલા છે. આજે તેઓને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.